Gujarati News

Gujarati News

News of Saturday, 16th January 2021

સોરઠમાં વેકસિનેશનઃ પ્રથમ તબકકામાં હેલ્થ વર્કરોને કોવિડ શીલ્ડનો ડોઝ

જુનાગઢમાં બે સ્થળે તેમજ ચોરવાડ, કેશોદ, માંગરોળ અને વડાલમાં રસીકરણ

(વિનુ જોષી દ્વારા) જુનાગઢ તા. ૧૬ : કોરોનાને દેશવટો આપવા આજે સવારથી શરૂ દેશ વ્યાપી રસીકરણ મેગા અભિયાનના ભાગરૂપે જુનાગઢ જિલ્લામાં સવારથી વેકિસનેશન શરૂ કરવામાં આવેલ છે.

પ્રારંભીક તબકકામાં જુનાગઢમાં નવી સિવિલ હોસ્પિટલ તેમજ ગણેશનગર હેલ્થ સેન્ટર ખાતે ૧૦૦-૧૦૦ આરોગ્ય કર્મીનું રસીકરણ હાથ ધરવામાં આવેલ.

જયારે જિલ્લામાં ચોરવાડી સીએચસી કેશોદ-સીડીએચ, માંગરોળ, યુપીએચસી અને વડાલ પીએચસી સેન્ટર ખાતે શરૂ ૪૦૦ આરોગ્ય કર્મચારીઓનું રસી કરણ શરૂ કરવામાં આવેલ છે.

રસી કરણ અભિયાનનો પ્રારંભ કેબીનેટ મંત્રી જવાહરભાઇ ચાવડા, કલેકટર ડો. સૌરભ પારધી, મેયર ધીરૂભાઇ ગોહેલ, ડી.ડી.ઓ. પ્રવિણ ચૌધરી, મ્યુનિ. કમિશ્નર તુષાર સુમેરા વગેરેએ ઉપસ્થિત રહીને કરાવ્યો હતો.

બીજી બાજુ ગુજરાત રાજય આરોગ્ય કર્મચારી મહાસંઘના એલાન મુજબ હડતાળ ચાલતી હોય જુનાગઢ જિલ્લામાં પ૦૦ જેટલા આરોગ્ય કર્મચારીઓ રસીકરણ કાર્યક્રમથી અળગા રહ્યા હોવાનું જાણવા મળેલ છે.

(12:53 pm IST)