Gujarati News

Gujarati News

News of Saturday, 16th January 2021

માંગરોળમાં બંદરમાં નવી જેટી નજીક આગ ભભૂકી ત્રણ બોટ ખાખ : બે બોટમાં નુકસાન

પંજાબ જેટી વિસ્તારમાં પાર્કિંગમાં મુકેલી બોટોમાં અચાનક આગ લાગી : ચોરવાડ, કેશોદ અને વેરાવળથી ફાયર ફાઇટર

માંગરોળ,તા. ૧૬:માંગરોળના નવી જેટી નજીક અચાનક આગ ભભૂકી ઉઠતા ૩ બોટ બળીને ખાખ થઇ જતા લાખોનું નુકસાન થયું છે. પંજાબ જેટી વિસ્તારમાં પાર્કિંગમાં મુકેલી બોટોમાં અચાનક આગ લાગતા ભારે નુકસાન થયું. છે. આગમાં ૩ બોટ બળીને ખાખ થઇ ગઈ હતી. જયારે ૨ બોટમાં વ્યાપક નુકસાન થયું છે. આગના ધુમા ળા દૂરથી નજરે ચડયા હતા

દ્યટનાના પગલે પાલીકા ફાયર ફાઈટર અને યુવાનો દ્વારા આગને કાબુમાં લેવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો. દ્યટનાની જાણ થતા ખારવા સમાજના અગ્રણી વેલજી મસાણી,પાલીકા પ્રમુખ મ.હુસેન ઝાલા સહિતના આગેવાન અને DySP પુરોહિત સહિત પોલીસ કાફ્લો ઘટના સ્થળે પહોંચ્યો છે. આગ એટલી વિકરાળ હતી કે ચોરવાડ, કેશોદ અને વેરાવળથી ફાયર ફાઇટર બોલાવામાં આવ્યા હતા. આગ કોલ્ડ રૃમમાં આવેલા થર્મોકોલના કારણે લાગી હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.

(11:55 am IST)