Gujarati News

Gujarati News

News of Saturday, 16th January 2021

ઘોઘાવદરના યુવાનને facebookમાં કોમેન્‍ટ લખવી ભારે પડી ત્રણ શખ્‍સોએ લમધારી નાખ્‍યો

ઘોઘાવદરના આગેવાનનું મોત નિપજતા માનહાની સાથેની કોમેન્‍ટ કરી હતી

ગોંડલ, તા.૧૬: પ્રાપ્ત વિગતો મુજબ ગોંડલ તાલુકાનાં ઘોઘાવદર ગામે રહેતા જીગ્નેશ અશોકભાઈ ધડુકને ટીનું ગિરધરભાઈ ડોબરીયા અને તેનાં ભાઈ ટીફૂ અને ભૌતિક અશ્વિનભાઈ ડોબરીયાએ પ્‍લાસ્‍ટિકના પાઇપ વડે ઢોર મારમારી ઇજા પહોંચાડતા સારવાર માટે ગોંડલ ખાનગી હોસ્‍પિટલમાં ખસેડવામાં આવ્‍યો હતો જયાં તેને ઉપરોક્‍ત આરોપીઓ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે આઈપીસી કલમ ૩૨૩ ૫૦૬ ૨ ૧૧૪ gpa ૧૩૫ મુજબ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.

યુવાને પોલીસ ફરિયાદમાં જણાવ્‍યું હતું કે અગાઉ તે ઘોઘાવદર સહકારી મંડળીમાં નોકરી કરતો હતો ત્‍યારે ગામનાં માજી સરપંચ રાજેશભાઈ ઉર્ફે ચીકુભાઈ ડોબરીયા સાથે વાંધો પડતાં નોકરીમાંથી કાઢી મુકતા મન દુખ ચાલતું હતું ૫ દિવસ પહેલા રાજેશભાઈ ડોબરીયાનું નિધન થયું હોય facebook માં તેના સમર્થકોએ શ્રદ્ધાંજલિ ની પોસ્‍ટ મૂકી હતી જેમાં જીજ્ઞેશ દ્વારા પાપ ફુટી ગયા તેવી કોમેન્‍ટ મુકતા આરોપીઓને લાગી આવતા જેનો ખાર રાખી માર માર્યો હતો.

(10:39 am IST)