Gujarati News

Gujarati News

News of Saturday, 16th January 2021

દેવભૂમિ દ્વારકા જીલ્લા યુવા ભાજપની બેઠક

મીઠાપુર : પવિત્ર યાત્રાધામ દ્વારકામાં આવેલા સનાતન આશ્રમ ખાતે ગત તા. ૧૧-૧-ના રોજ દેવભૂમિ દ્વારકા જીલ્લા યુવા ભાજપની બૃહદ બેઠક આગામી કાર્યક્રમો માટે યોજવામાં આવી હતી. જેમાં દેવભૂમિ દ્વારકા જીલ્લા ભાજપ મહામંત્રી યુવરાજસિંહ વાઢેરે સંગઠનાત્મક માર્ગદર્શન આપ્યું હતું. જીલ્લા ભાજપના સ્થાનિક સ્વરાજયની ચૂંટણીઓ માટેના સહઇન્ચાર્જ શ્રી સહદેવસિંહ પબુભા માણેકે આગામી ચૂંટણીઓમાં કામે લાગી જવા આહવાન કર્યું હતું. દેવભૂમિ દ્વારા જીલ્લા યુવા ભાજપના પ્રભારી વિજયસિંહ જેઠવા દર આગામી કાર્યક્રમોની રૃપરેખા આપવામાં આવી હતી. જયારે જીલ્લા યુવા ભાજપના પ્રમુખ પરબતભાઇ ભાદરકાએ પ્રદેશ યુવા મોરચા દ્વારા આપવામાં આવેલા કાર્યક્રમોના આયોજન વિસ્તૃત માહિતી આપી હતી. આ કાર્યક્રમમાં દ્વારકા શહેર ભાજપના પ્રમુખ બુજ્જડ,  વિજયભાઇ, દેવભૂમિ દ્વારકા જીલ્લા યુવા ભાજપના મહામંત્રી રીતેશભાઇ ગોકાણી અને સુરપાલસિંહ ચુડાસમા, રામભા જગતીયા તેમજ સર્વે મંડળના યુવા ભાજપ પ્રમુખ મહામંત્રી અને કાર્યકરો હાજર રહ્યા હતાં. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે વિક્રમ સુમાણીયા, અલ્પેશ પાથર, મહાવીરસિંહ જાડેજા, વિશાલ પીથીયા વગેરે કાર્યકરોએ ભારે જહેમત ઉઠાવી હતી. (તસ્વીર-અહેવાલઃ દિવ્યેશ જટણીયા મીઠાપુર)

(11:57 am IST)