Gujarati News

Gujarati News

News of Tuesday, 16th January 2018

ભાણવડમાં પાણીની લાઇન-તૂટતા હજારો લીટર પાણી વેડફાયુ

ભાણવડ : એક તરફ શિયાળમાં પણ અનેક જગ્યાઓ પાણીની અછત છેતો બીજી  તરફ ભાણવડમાં હજારો લીટર પાણી વેડફાટા તંત્ર સામે રોષ છવાયો છે.

દેવભૂમિ દ્વારકા જીલ્લાના ભાણવડ શહેરાં નગરપાલિકા કચેરી બહાર જ પાણીની મેઇન લાઇન ફરી એકવખત તૂટતા હજારો લિટર પાણી વેડફાયું હતું. રસ્તા પર પાણીના મોટા ફૂવારા ઉડ્યા હતા. બે કલાકથી વધુ સમય થયા બાદ પણ નિંભર તંત્રની ઉંધ ઉડી નહોતી.

આઠ દિવસમાં બીજી વખત પાણીની પાઇપલાઇન તૂટી હોવાનું સ્થાનિકો જણાવી રહ્યા છે. ત્યારે પીવાના પાણીની ખેંચી વચ્ચે સર્જાયેલા આ ભંગાણને કારણે લોકો તંત્ર સામે રોષ ઠાલવી રહ્યા છે. રસ્તા ઉપર હજ્જારો લીટર પાણીની રેલમછેલથી જાણે કે નદી વહેતી થઇ હોય તેવી હાલત જોવા મલી હતી. વાહન ચાલકોને અહીથી પસાર થવામાં પારાવાર મૂશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. તંત્રની બેદરકારી સામે લોકોમાં તિવ્ર રોષ જોવા મળ્યો હતો. આવી રીતે વેડફાઇ રહેલા પાણી બાબતે સત્વરે લાંબાગાળાનું કંઇક નક્કર આયોજન કરાય તેવી માગણી લોકોમાંથી બહાર આવી છે.

(6:56 pm IST)