Gujarati News

Gujarati News

News of Tuesday, 16th January 2018

જામનગરમાં બાળકોને તળાવમાં ફેંકીને માતાએ ઝંપલાવ્યું

જામનગરઃ અહી ૧ર જાન્યુઆરીએ એક માતાએ તેના બે બાળકો સાથે કરેલા આપઘાતના પ્રયાસના સીસીટીવી ફુટેજ જોતા માતાએ બે બાળકોને તળાવમાં ફેંકીને પોતે પણ તળાવમાં છલાંગ લગાવી હતી. જો કે સમય સુચકતાના કારણે બંન્ને બાળકો અને પરીણીતાને બચાવી લેવાઇ હતી.

માતાએ કઇ રીતે નિર્દય બનીને એક પછી એક પોતાના બંન્ને બાળકોને તળાવમાં ફેંકી રહી છે અને બાદમાં તેણે પણ મોત વ્હાલુ કરવા તળાવમાં છલાંગ લગાવી દીધી હતી. જો કે આ ત્રણેયને સલામત રીતે બચાવીને તળાવમાંથી બહાર કાઢવામાં સફળતા મળી હતી. આપઘાતના પ્રયાસના આ દ્રશ્યો રૃવાડા ખાડ કરી દે તેવા છે.

(6:45 pm IST)