Gujarati News

Gujarati News

News of Tuesday, 16th January 2018

પોરબંદરમાં વૃધ્ધાને ફોન ઉપર ધમકી આપીને ૧૪ લાખ પડાવી લીધા

તમારો પુત્રનો પુત્ર દારૂ સાથે ઝડપાયો છે, અમો પોલીસ બોલીએ છીએ તેવા વારંવાર ફોન : વીડીયો પણ છે તેવી ધમકી સાથે ૬ માસમાં કટકે કટકે રોકડ લઇ જતાઃ ૪ શખ્સો સામે પોલીસ ફરીયાદ

 પોરબંદર તા. ૧૬ : તમારા પુત્રનો પુત્ર દારૂ સાથે ઝડપાયો છે અને અમો પોલીસ બોલીએ છીએ તેવા ફોન વૃધ્ધાને કરીને ૬ માસમાં કટકે કટકે રૂ. ૧૪,૧૩ લાખ પડાવી લીધાની ૪ શખ્સો સામે પોલીસ ફરીયાદ થઇ છે.

છાંયા ચોકી પાસે રહેતા વિમલભાઇ ત્રિભોવનભાઇ મોઢાએ કમલાબાગ પોલીસ સ્ટેશનમાં ફરીયાદમાં જણાવેલ કે સાગર પરબત ઉર્ફે નવાબ બોખીરીયા, પ્રીત નીતીનભાઇ ચોટાઇ, સાગર ઉર્ફે ડબલુ મુળજી, તથા હીતેન નાથા રાયચુરાએ એક સંપ કરીને મારા માતુશ્રી તરૂલતાબેન (ઉ.૭પ) તે અલગ અલગ નામે જુદા જુદા નામથી વારંવાર ફોન કરીને આરોપીઓએ અમો પોલીસ બોલીએ છીએ. તમારા દીકરાનો દીકરો નીખીલ ઇંગ્લીશ દારૂ સાથે ઝડપાયો છે જેનો વીડીયો છે તેવી ધમકી આપીને ૬ માસમાં કટકે કટકે કુલ ૧૪૧૩૦૦૦ પડાવી લીધા હતા.

આ રકમ તા.ર૦/૧ર/૧૭ થી તા.ર૪/૧ર/૧૩ સુધી ઉઘરાવી લીધી હતી ઉપરાંત નિખિલને અવળે માર્ગે ચઢાવી આ રકમ પડાવી લીધાનું પોલીસ ફરીયાદમાં જણાવેલ છે.

(3:53 pm IST)