Gujarati News

Gujarati News

News of Tuesday, 16th January 2018

૧૪ બહેનોના એક ભાઇની હત્યા

હજુ ગયા વર્ષે જ લગ્ન થયા'તાઃ ભાવનગરનાં કુંભણ ગામના કોળી પરિવારમાં અરેરાટી

ભાવનગર તા. ૧૬ :.. ભાવનગર જીલ્લાના કુંભણ ગામે કોળી યુવાન ઉપર છરીના ઉપરા છાપરી ઘા ઝીંકી કરપીણ હત્યા થયાનો બનાવ બનવા પામ્યો છે. દરમ્યાન પોલીસે આરોપીને ઝડપી લીધો છે.

ખુનનાં આ બનાવની મળતી વિગતો મુજબ  જીલ્લાનાં મહુવા તાલુકાનાં કુભણ ગામે રહેતા કોળી યુવાન રાજૂભાઇ પરસોતમભાઇ સોલંકી ઉ.ર૩ ગામની કન્યા શાળા નજીક ગામનાં ગોંદરા પાસે ઉભા હતા ત્યારે આ જ ગામમાં રહેતાં વિશાલ રાજૂભાઇ બારૈયા નામનો શખ્સ રાજૂભાઇ પાસે આવ્યો હતો અને કોઇ કારણોસર બોલાચાલી કરી ઝઘડો કરવા લાગ્યા હતો અને ઉશ્કેરાઇ વિશાલે તેની પાસે રહેલી છરી વડે રાજુભાઇ ઉપર હૂમલો કરી આડેધડ અસંખ્યા ઘા ઝીંકી કરપીણ હત્યા કરી નાસી છૂટયો હતો.

બનાવની જાણ થતાં જ મહુવા પોલીસનો સ્ટાફ કુંભણ ગામે દોડી ગયો હતો અને તપાસ હાથ ધરી હતી. આ બનાવ અંગે અરજીભાઇ મોહનભાઇ સોલંકીએ મહુવા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતાં પોલીસે ગુન્હો નોંધી આરોપીને ઝડપી લેવા તજવીજ હાથ ધરી છે.

મૃતક રાજુભાઇ સોલંકી ૧૪ બહેનો એકજ ભાઇ હતો. રાજુભાઇની હત્યા થતાં તેના પરિવારમાં ભારે શોકની લાગણી ફેલાઇ જવા પામી છે. મૃતક યુવાનનાં ગત વર્ષ જ લગ્ન થયા હતાં.

(11:45 am IST)