Gujarati News

Gujarati News

News of Tuesday, 16th January 2018

ઉના પાસે રીક્ષાની હડફેટે ર બાઇક સવારો પ ઘવાયા

ઉના તા. ૧૬ :.. ઉના અને ખાપટ ગામ વચ્ચે રીક્ષા ચાલકે બે બાઇક ચાલકોને ઠોકર મારતા પ વ્યકિતઓને ઇજા પામી છે.

ઉના-ગીર ગઢડા રોડ પર ઝૂડ વડલી ગામના પાટીયા પાસે રસ્તા પર પુરઝડપે જતો છકઠો રીક્ષા ચાલકે ગીર ગઢડાથી ઉના તરફ આવતા બાઇક ચાલક સામતભાઇ રામભાઇ તથા પાર્વતીબેન તેમજ સ્નેહલબેન વાઘેલા આ ત્રણ વ્યકિતને ઇજા થતા ખાનગી હોસ્પીટલે ખસેડવામાં આવેલ અને તેમાં પાવર્તીબેનને માથાના ભાગે ગંભીર ઇજાઓ થતાં વધુ સારવાર માટે બહારગામ ખસેડવામાં આવેલ છે.

બીજો બાઇક ચાલક જયકુમાર સુંદરપુરી ખાપટવાળા તથા પ્રિન્સ કામલીયા રહે. ઉના વાળાને પણ આ અકસ્માતમાં ઇજા પહોંચી હતી.અકસ્માતના બનાવના સ્થળ લોકો એકઠા થઇ ગયા હતાં. બાદમાં ઇમરજન્સી ૧૦૮ ની જાણ કરતા ઇજા પામનાર ને સારવાર માટે દવાખાને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતાં. અકસ્માત બાદ છકડો રીક્ષા ચાલક નાસી ગયો હતો.

(11:28 am IST)