Gujarati News

Gujarati News

News of Tuesday, 16th January 2018

કોડીનારમાં ટ્રાફીક અને તમાંકુ વિરોધી ઝૂંબેશ

કોડીનાર તા. ૧૬ : કોડીનારના પી.આઇ. ખાંભલાના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઇ. કે.એન.અઘેરા, પી.એસ.આઇ. કે.વી.પરમાર કલ્પેશભાઇ વિજયભાઇ, ઉપેન્દ્રભાઇ, મંગાભાઇ, જશપાલભાઇ, પ્રદીપભાઇ લતાબેન વગેરે સ્ટાફ શહેરમાં ફેલ્લા ર દિવસ દરમિયાન મુખ્ય બજારોમાં આડેધડ વાહન પાર્કિંગ કરનારા અને વાહન ચાલકો સામે ઘોસ બોલાવી ૧૭ વાહનો ડીટેઇન કર્યા છે. જયારે ૧પ૮ વાહન ચાલકોના એન.સી. કરી રૂ. ૧૪૪૦૦ નો દંડ ફટકારતા ટ્રાફીકના નિયમોનસરે આમ ઉલ્લઘન કરનારા વાહન ચાલકોમાં ભારે ફફડાટ ફેલાતા અમુક ધુમ સવારી અને ધુમ બાઇક ચલાકો ભુર્ગભમાં ઉતરી ગયેલ છે.

જયારે કોડીનાર પોલીસ દ્વારા આ અઠવાડીયામાં તંમાકું નિયંત્રણ અધીનિયમ મુજબ પાન મસાલાની દુકાનોમાં દરોડા પાડી નિયમોનો ભંગ બદલ દુકાનદારોનો દંડ ફટકાર્યા હતા તેમજ જાહેર સ્થળોએ ધ્રુમપાન કરનારા વ્યસનીઓને પણ દંડ ફટકારી અઠવાડીયામાં ગુટખા વિરૂધ્ધ ઝૂંબેશમાં કુલ ૯૯ કેસો નોંધી રૂ.૯૯૦૦ નો દંડ ફટકારી કાર્યવાહી કરતા પાન મસાલાની દુકાનદારોમાં ફફડાટ ફેલાયો છે ત્યારે કોડીનાર પોલીસ તંમાકું અને ટ્રાફીક ઝૂંબેશ હજુ વધુ છોડવાનુ બનાવાશે નૂં જણાવી કાયદાનો ભંગ કરનારાઓનેકાયદાનું ભાન કરાવવાનો પ્રયાસ સતત ચાલુ જ રહેશે હોવાનું જણાવ્યું હતું.

કોડીનારમાં તંમાકુંના વ્યનના અખબારી અહેવાલો બાદ કોડીનાર પોલીસે ઇતીહાસમાં પ્રથમ વાર પાન મસાલાની દુકાનોમા ગત સપ્તાહે દરોડા પાડયા હતા આ બાદ પોલીસની કામગીરી સતત ચાલુજ રહેતા આવા તન્વી ઉતર ભારે ધોંસ બોલી છે.

(10:05 am IST)