Gujarati News

Gujarati News

News of Tuesday, 16th January 2018

કચ્છના તલવાણાના ૨૬ યુવાનો દેશની સુરક્ષા માટે ખડેપગે

શહિદ વિર હરદિપસિંહ ઝાલાને શ્રધ્ધાસુમન અર્પતા વાસણભાઇ આહિર

ભુજ તા. ૧૬ : ગત તા.૮/૧/૨૦૧૮ના પઠાણકોટ સરહદે ફરજ દરમ્યાન શહિદી વ્હોરનાર શહિદ જવાન હરદિપસિંહ ઝાલાના તલવાણા તા.માંડવીના નિવાસસ્થાને, તલવાણા ખાતે રાજયમંત્રી વાસણભાઇ આહિર, પૂર્વ રાજયમંત્રી તારાચંદભાઇ છેડા, કચ્છ સાંસદ વિનોદભાઇ ચાવડા, માંડવી ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજા, ગાંધીધામ ધારાસભ્ય માલતીબેન મહેશ્વરી, જિલ્લા ભાજપા પ્રમુખશ્રી કેશુભાઇ પટેલે શહિદવીર હરદિપસિંહને રાજય સરકાર વતી શ્રધ્ધાસુમન અર્પણ કર્યા હતા. તથા શહિદવીરના કુટુંબીજનોને સાંત્વના, ધૈર્ય બંધાવ્યું હતું.

આ પ્રસંગે શહિદ જવાન હરદિપસિંહ ઝાલાને લશ્કર તેમજ પોલીસ વિભાગ દ્વારા ગાર્ડ ઓફ ઓનર અપાયું હતું. ગામના તેમજ આસપાસના ગામોના હજારો રાષ્ટ્રપ્રેમીઓ શહિદને નમન શ્રધ્ધાસુમન અર્પણ કરવા ઉમટયા હતા.

વધુમાં મંત્રીશ્રી, અગ્રણીઓએ આજની તારીખે તલવાણાના ૨૬ યુવાનો દેશની સુરક્ષા માટે ભારતીય સેનામાં તેમની ખડેપગે સેવા આપે છે તે જાણી ગૌરવની લાગણી અનુભવતાં ભાવવિભોર થયા હતા.

રાજયમંત્રીશ્રી વાસણભાઇ આહિર તા.૧૬ થી ૧૭ બે દિવસના કચ્છ જિલ્લાના પ્રવાસે છે. તેઓએ આજે તા.૧૬મીએ સવારે ૧૦.૩૦ કલાકે ફોરશર ટર્મિનલ, કંડલા પોર્ટ મુકામે ઈન્ડિયન ઓઇલ કોર્પોરેશન લીમીટેડ આયોજિત સંરક્ષણ ક્ષમતા મહોત્સવ (સક્ષમ-૨૦૧૮) કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહેશે. બાદ સાંજે ૧૭ કલાકે ચેમ્બર ભવન, ગાંધીધામ ખાતે ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી આયોજિત સન્માન સમારંભ કાર્યક્રમમાં હાજરી આપશે.

તા.૧૭મીએ બપોરે ૧૩ કલાકે કુકમા ખાતે ખેડૂતો, વૈજ્ઞાનિકો અને મહાનુભાવોની ઉપસ્થિતિમાં સેન્ટર ઓફ એક્ષલંસ, ખારેક કેન્દ્રના વિડીયો કોન્ફરન્સથી ઉદઘાટન કાર્યક્રમમાં વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદી દ્વારા વદરડા (જિ.સાબરકાંઠા)  થી ઈ-કોન્ફરન્સના માધ્યમે ઉદબોધન કરશે. તેમાં ઉપસ્થિત રહેશે.

(9:53 am IST)