Gujarati News

Gujarati News

News of Friday, 15th December 2017

સુરેન્દ્રનગર પાસે તુફાન અને ટ્રેલર અથડાતા ૧૧ ઘાયલઃ કચ્છનો કોળી પરિવાર ચોટીલા દર્શને જતા અકસ્માત નડયો

વઢવાણ, તા. ૧૫ :. કચ્છનો પરિવાર ચોટીલા દર્શન માટે આવતો હતો ત્યારે ટ્રેલર - તુફાન વચ્ચે અકસ્માત સર્જાતા ૧૧ ઘાયલ થતા સારવાર માટે ખસેડેલ છે.

કચ્છના રાપર ગામના કારૂવડ ગામના કોળી પરિવાર - સગા સ્નેહીજનો સાથે સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા ચામુંડા માતાજીના દર્શન માટે આવી રહ્યા હતા ત્યારે લક્ષ્મીનગર નજીકમાં ટ્રક ટ્રેલરના ચાલકની ગફલતના કારણે આ દર્શનાર્થીઓની તુફાન જીપ ધડાકાભેર આ ટ્રેલર સાથે અથડાવા પામેલ હતી.

આ અકસ્માત સર્જાતા તુફાનમાં બેઠેલા ૧૧ વ્યકિતઓને ઈજા થવા પામેલ હતી. જેમા ઈજા પામેલાઓમાં બીબીબેન કરમશીભાઈ, વર્ષાબેન, દક્ષાબેન હિરાભાઈ, સંતોકબેન જગદીશભાઈ, મનાબેન કાનાભાઈ, સુરેશ કાનાભાઈ, જગદીશભાઈ પપ્પુભાઈ, ગંગાબેન નારાયણભાઈ અને પાંચ બાળકો સાથે ઈજા થવા પામેલ હતી.

ત્યારે પોલીસે ફરીયાદ નોંધી ૧૦૮ના માધ્યમ થકી સારવાર માટે દવાખાને ખસેડવામાં આવ્યા છે.

(1:16 pm IST)