Gujarati News

Gujarati News

News of Friday, 15th December 2017

જેતપુરના સરધારપુરમાં જમીન મામલે મહેશ પટેલ પર પિતા-પુત્રનો હુમલો

જેતપુર તા.૧પ : તાલુકાના સરધારપુર ગામની સીમમાં જમીન મામલે પટેલ યુવાન પર પિતા-પુત્રએ કુહાડીથી હુમલો કર્યો હતો.

પોલીસ સુત્રોના જણાવ્યા અનુસાર શહેરના જીથુડી રોડ પર આવેલ મીહીર પેલેસમાં રહેતા મહેશ ઉર્ફે ચીકુ જાદવભાઇ રૂપાપરાને અકાળાની ધાર વિસ્તારમાં રહેતા ગોરધનભાઇ શીંગાળા અને તેના પુત્ર સંજય શીંગાળા વચ્ચે જુનો જમીનનો ઝગડો ચાલતો હોય ગત મોડી સાંજે બંને વચ્ચે બોલાચાલી થતા સરધારપુરની સીમમાં મહેશ રૂપાપરા ઉપર ગોરધનભાઇ અને તેનો પુત્ર સંજયએ કુહાડો અને લાકડી વડે હુમલો કરી ઇજા પહોંચાડતા મહેશને સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવતા તાલુકા પોલીસે મહેશની ફરિયાદ પરથી પિતા-પુત્ર બંને સામે ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી પ્રોબે. પીએસઆઇ જે.વી.વાઢીયાએ હાથ ધરી છે.

(1:15 pm IST)