Gujarati News

Gujarati News

News of Friday, 15th December 2017

પિરોટન ટાપુ ઉપર મુંજાવરની દફનવિધિ બાદ મામલો ઉગ્રઃ હિન્દુ સેના દ્વારા જલાભિષેક પૂજાની ચાલતી તૈયારી

રાષ્ટ્ર સુરક્ષાની બાબતે કયારેય બાંધછોડ નહી કરવા ચિમકીઃ લડાઇ વેગવંતી બની

જામનગર તા.૧પ : જામનગર જિલ્લામાં આવેલ પિરોટન ટાપુ પર એક મુસ્લિમ બિરાદરના ઇસમના મૃત્યુ બાદ ત્યાં દફનક્રિયા થતા, આવતા સમયમાં દરગાહ બનવાની હોય જયાં એક દરગાહ ગેરકાયદેસર બની ગઇ હોય અને બીજી શકે તેમ છે ત્યારે પિરોટન ટાપુ સુરક્ષા, દરિયાઇ જીવસૃષ્ટિ અને પર્યાવરણની દ્રષ્ટિએ અતિ ગંભીર પ્રશ્ન સર્જાયો છે. આવા સમયે મુસ્લિમ લોકોની સતત આવ-જાવ તથા દરગાહમાં ન્યાઝના બહાને રોકાણ તથા રાત્રી રોકાણ સહિતના મુદાઓ સુરક્ષાની દ્રષ્ટિએ અતિ ગંભીર બાબત કહી શકાય. જામનગરમાં કરોડપતિ હનુમાન મંદિરે તા.૧૩ના રાત્રીએ હિન્દુ સેના ગુજરાત પ્રમુખ પ્રતિક ભટ્ટની ઉપસ્થિતિમાં એક અગત્યની બેઠક યોજાઇ હતી. જેમાં પિરોટન ટાપુને લઇને ગંભીરતા સાથે હિન્દુ પ્રત્યેના એક તરફી વલણને દુર કરવા આ ટાપુ પરના મહાદેવની શિવલીંગ પર જલાભિષેક પુજા કરવા જવા માટે હિન્દુ લોકોની યાદી બનાવવા હિન્દુ સેનાના મેહુલ વસીયર, અશોક ઠક્કર, જયપ્રકાશ મહેતા, ગૌરવ પરમાર, કિશન કનખરા, આકાશ બારૈયા દ્વારા નોંધણી શરૂ કરી દેવામાં આવી છે સાથોસાથ પિરોટન ટાપુ પરની દફનક્રિયાને લઇને વિશેષ માહિતી એકત્રિત કરવા વિરભદ્રસિંહ જાડેજા, કિશન ભાનુશાળી, હિરેન ત્રિવેદી, તેજસ ભાનુશાળી, કુલદિપ ભટ્ટ, કિશન ગૌસ્વામી દ્વારા સમિતિ બનાવી ખાનગી ધોરણે માહિતી એકત્રિત કરી તેનો પ્રચાર કરવાની શરૂઆત કરી છે અને ફકત પિરોટન ટાપુ પર મુંજાવરની દફનક્રિયાને કાનૂની રીતે પડકારવા માટે કોર્ટનો પણ સાથોસાથ સહારો લેવાની યોજના તા.ર૧-૧ર-ર૦૧૭થી શરૂ કરવામાં આવશે. જો હવે વન વિભાગ અને પિરોટન ટાપુને લગત ખાતાઓ, કચેરીઓ કામગીરી નહી બતાવે તો હિન્દુ સેના ટુંક સમયમાં પિરોટન ટાપુ પર કારસેવા માટે જશે તેવુ પણ વધુમાં નક્કી થયેલ છે.

પિરોટન ટાપુ પર ગેરકાયદેસર એક મુંજાવરની દફનક્રિયાને લઇને સરકારશ્રી, ડિફેન્સ મીનીસ્ટ્રી તથા લગત ખાતાઓ, કચેરીઓને હિન્દુ સેના દ્વારા છેલ્લી વખત અહેવાલો સાથે સુચિત કરશે અને નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલમાં પણ અહેવાલ પહોંચાડશે. રાષ્ટ્રહિતની અને ખાસ કરી રાષ્ટ્ર સુરક્ષાની વાત આવે છે ત્યારે હિન્દુ સેના કયારેય બાંધછોડ કરવા તૈયાર નથી અને જરૂર પડયે હિન્દુ સેનાના સૈનિકોએ આ ભગીરથ કાર્ય માટે ખપી જવુ પડે કે જેલમાં જવુ પડે તો પણ પીછેહટ કરશે નહી તેવુ હિન્દુ સેનાના ગુજરાત પ્રમુખ પ્રતિક ભટ્ટે સૈનિકોને સંબોધીને કહ્યુ હતુ. આ બેઠકમાં હિન્દુ સેનાના ૭૮ વર્ષની ઉંમરના વડીલ અને પીઢ સૈનિક કાંતિભાઇ વરૂએ પોતે માનવ બોમ્બ બનીને પણ પિરોટન ટાપુ પર પહોંચશે અને પોતાની જાત સાથે પિરોટન ટાપુ પર થયેલ ગેરકાયદેસર દબાણ, બાંધકામને પણ ઉડાવી દેવાની ચીમકી ઉચ્ચારી હતી તેમ પ્રતિક ભટ્ટની યાદીમાં જણાવાયુ છે.

(1:13 pm IST)