Gujarati News

Gujarati News

News of Friday, 15th December 2017

જામનગર જોલી બંગલો સેન્ટર હાઇએસ્ટ એવોર્ડસ્ જીતી સમગ્ર ગુજરાતમાં દ્વીતીય

અમદાવાદ ખાતે યોજાયેલ રાજ્ય કક્ષાની એરીથમેટીક સ્પર્ધામાં : સેન્ટરે એવોડ્ર્સની હારમાળા રચી ૧૮ એવોર્ડસ્ જીત્યા : સેન્ટર ડાયરેકટર ઉદય કટારમલે ચોથી વખત બેસ્ટ બીઝનેસનો એવોર્ડ જીતી ગુજરાતના ટોપરમાં સ્થાન જાળવી રાખ્યુ : સેનટરના વિદ્યાર્થીઓએ અથાગ મહેનત દ્વારા સૌથી વધારે એવોર્ડસ જીતી જામનગરને સમગ્ર ગુજરાતની આગવી હરોળમાં સ્થાન અપાવ્યું

જામનગર તા. ૧પ : મેન્ટલ એરીથમેટીકની રાજય કક્ષાની સ્પર્ધા અમદાવાદ ખાતે યોજાઇ ગઇ તેમાં જામનગરની એશ્યોર એકેડમી જોલી બંગલો સેન્ટરના વિદ્યાર્થીઓએ પણ ભાગ લીધો હતો. જામનગરના વિદ્યાર્થીઓએ પોતાની એરીથમેટીક સ્કીલસને પ્રદર્શિત કરી કુલ સોળ એવોર્ડસ જીત્યા હતા તેમજ સેન્ટરે બે એવોર્ડસ જીત્યા હતા.

એવોર્ડસ જીતી જોલીબંગલો સેન્ટર, સ્કુલ તેમજ સમગ્ર જામનગરનું નામ રોશન કરનાર વિદ્યાર્થીઓમાં મલય ગોલકીયા, નિર્ભય કાછટીયા, એશા ડોબરીયા, અને અભીષેક મહેતાએ વિનર એવોર્ડ મળ્યો હતો તથા ઓજસ્વ.ઝા, પ્રીયંક મોદી, અમાતૃલ્લા મોદી, અને આર્યાતિવારીને ફસ્ટ રનર્સ અપનો અને હીયા ચાંગાણી, ધૈર્યા, ક્રીશ દુલાણી મીથીલેશ ભટ્ટ, વૈભવ, શ્રેય, દિવ્યાન્શુ દાસ, આદીત્ય તિવારી અને હર્ષ કથીરીયાને સેકન્ડ રનર્સ અપનો એવોર્ડ  મળ્યો હતો કાર્યક્રમમાં સમગ્ર ઉપસ્તિ મહાનુભાવોની નઝર જામનગરના વિદ્યાર્થીઓ તથા તેમના પરફોર્મન્સ પર રહી હતી કારણ કે તે ગત વર્ષે સમગ્ર સૌરાષ્ટ્રના હાઇએસ્ટ એવોર્ડ લેવામાં સફળ રહ્યા હતા. અને આ વર્ષે પણ સોળ એવોર્ડસની હારમાળા સર્જીને ઉપસ્થિત સર્વેને મંત્ર મુગ્ધ કરી દીધા હતા.

સ્ટેટ લેવલ કોમ્પીટીશનમાં ભાગ લઇ સેન્ટર ટોપર બનનાર વિદ્યાર્થીઓને મેડલસ આપવામાં આવેલ જેમાં વિજેતા થનાર વિદ્યાર્થીઓમાં આલોક સોલંકી, સાહેલી પોલ, શ્રૃષ્ટી ભંડેરી, વીષા દુલાણી, જયવિરસિંહ ઝાલા અને ધાર્મી સોજીત્રાનો સમાવેશ થાય છ.ે

વિદ્યાર્થીના એવોર્ડ સિવાય એશ્યોર એકેડમી જોલી બંગલો સેન્ટરના ડીરેકટર ઉદય કટારમલે બેસ્ટ બિઝનેસનો એવોર્ડ ફોર સૌરાષ્ટ્ર જીત્યો હતો અને ગુજરાતભરના સૌથી વધારે એવોર્ડસ, જીતી બેસ્ટ સેન્ટરલ ઇન કોમ્પીટીશનનો ફસ્ટ રનર્સઅપનો એવોર્ડ જીતી ગુજરાતના ટોપ ટુ સેન્ટરર્સમાં તેમનું આગવું સ્થાન પ્રદર્શિત કર્યુ હતું.

રાજય કક્ષાની સ્પર્ધામાં કરાયેલ ઉમદા દેખાવ માટે સેન્ટરના વિદ્યાર્થીઓ, ટીચર્સ તથા દરેક વાલીઓ દ્વારા બે મહીનાની મહેનત કારણભૂત હોવાનું સેન્ટર ડીરેકટર ઉદય કટારમલ દ્વારા જણાવવામાં આવ્યું હતું.

(1:11 pm IST)