Gujarati News

Gujarati News

News of Friday, 15th December 2017

બાબરાના નાનીકુંડળ ગામે દેશી દારૂ બનાવવાની ફેકટરી ઝડપાઇ

વાડી માલિકની ધરપકડ : આધુનિકઢબની ભઠ્ઠી જરાય દુર્ગંધ નહી અને કોલ્ડ દારૂ બનાવતા

બાબરા, તા. ૧પ : ભેજાબાઝ અને વિચાન દિમાગ કાર્ય થાય એટલે ભલભાલાને વિચારમાં મૂકી દેતા હોય છે. બાબરા તાલુકાના નાનીકુંડળમાં પોલીસે દુર્ગંધ વગર અને એકદમ કોલ્ડ હાલતમાં તૈયાર થતા દેશી દારૂની ચાલુ મીની ફેકટરી આધુનિકઢબની રેઇડ દરમ્યાન પકડી પાડવામાં આવી છે.

પોલીસ ઇન્સ. એસ.એમ. વરૂને મળેલી બાતમીના આધારે રેઇડ કરતા કોળી વનરાજ વાલજી રાઠોડ ઉ.વ. ર૮ની વાડીમાં ભઠ્ઠીમાં ૬૦૦ લીટર દેશી દારૂ બનાવવાનો આથો તથા રપ લીટર દારૂ લોખંડના બેરલ નં.ર પ્લાસ્ટીકના કેરબા નં.૮ સહિત રૂ. ર૯પ૦ના મુદામાલ સહિત વાડી માલીક વનરાજની ધરપકડ કરવામાં આવી છે.

પોલીસ જમાદાર એસ.એમ. તડવી, હેડ કોન્સ. કિશન હાડગરડાના જણાવ્યા મુજબ છેલ્લા ત્રણ દિવસથી જીલ્લા પોલીસ વડા જગદીશ પટેલના આદેશ અને ના.પો. અધિક્ષક એલ.બી. મોણપુરાના માર્ગદર્શન મુજબ નાનીકુંડળ ગામે દેશીદારૂની ચાલુ ફેકટરી ઉપર પોલીસ સાથે ત્રાટકયા બાદ અચરજ લાગતી રીતે દારૂ  બનાવવાના સાધનો ગોઠવવામાં આવ્યા અને એકદમ કોલ્ડ અને દર્ગુંધ વગરનો દારૂ બનતો હોવાનું ખ્યાલમાં આવ્યા બાદ દેશી દારૂ બનાવના આથાનો નાશ કરવામાં આવ્યો હતો.

હાલ ઝડપાયેલ શખસની પૂછપરછ બાદ દારૂના સપ્લાઇય કરનારા તથા વેચનારાને ઝડપી પાડવા પોલીસ વ્યૂહ રચના કરવા પામશે.

(1:09 pm IST)