Gujarati News

Gujarati News

News of Friday, 15th December 2017

૨૦૧૨માં વિઠ્ઠલભાઈ રાદડીયા અને હરીભાઈ પટેલ વચ્ચે જે રીતે જ્ઞાતિવાદ ચાલ્યો તેનું પુનરાવર્તન

ધોરાજી બેઠક ઉપર કયા સમાજની મહત્વની ભૂમિકા ? સોમવારે પડદો ખુલી જશે

ધોરાજી, તા. ૧૫ :. ધોરાજી વિધાનસભા સીટ હંમેશા માટે વિવાદમાં રહી છે. ધોરાજી સીટ એટલે ભારતીય જનતા પાર્ટીમાં કડવા પાટીદારની સીટ ગણવામાં આવે છે. કડવા પટેલ સમાજને રાજકોટ જિલ્લામાં બે સીટ ફાળવે છે એમા એક ધોરાજી ગણવામાં આવે છે પરંતુ આ વખતે ભાજપ અને કોંગ્રેસે બન્નેએ અલગ અલગ ઉમેદવાર ઉભા રાખી જ્ઞાતિવાદના સમીકરણો ઉપર ચૂંટણી લડવામાં આવી હતી.

વર્ષ ૨૦૧૨ની ચૂંટણીમાં ૭૫ ધોરાજી સીટ ઉપર ભાજપના હરીભાઈ પટેલ (કડવા પટેલ)નો સામે કોંગ્રેસમાં વિઠ્ઠલભાઈ રાદડીયા (લેઉવા પટેલ) વચ્ચે લડાઈ થઈ હતી અને એ સમયે સૌરાષ્ટ્રના લડાયક નેતા ગણાતા વિઠ્ઠલભાઈ રાદડીયા જ્ઞાતિવાદના સમીકરણોમાં નજીવા મતે લીડ મળી હતી અને સીટ કોંગ્રેસના ફાળે ગઈ હતી. જેમાં હરીભાઈ પટેલને વર્ષ ૨૦૧૨ની ચૂંટણીમાં ૭૩૨૪૬ મત મળ્યા હતા અને કોંગ્રેસના વિઠ્ઠલભાઈ રાદડીયાને ૭૬૧૮૯ મત મળતા વિઠ્ઠલભાઈ રાદડીયા માત્ર ૨૯૪૦ મતની સરસાઈથી વિજેતા થયા હતા અને ખૂબ જ રસાકસી ભરી ચૂંટણી હતી. જ્યારે ૨૦૧૭ની ચૂંટણી જોઈએ તો ૨૦૧૨માં હરીભાઈ પટેલ સાથે ચૂંટણી એજન્ટ તરીકે કામ કરેલ. તેમના સાથી મિત્ર લલીતભાઈ વસોયા આ વખતે હરીભાઈ પટેલની સામે લડવા આવ્યા હતા.

જેમા ભારતીય જનતાપાર્ટીએ ૨૦૧૨માં વિઠ્ઠલભાઈ રાદડીયાની સામે નજીવા મતે હારેલા હરીભાઈ પટેલને ૨૦૧૭ની ચૂંટણીમાં ભાજપે ટીકીટ આવી અને હરીભાઈ પટેલના નીકટના સાથી ગણાતા લલીતભાઈ વસોયા એ હરીભાઈ પટેલનું સામે દુશ્મન બની લડવા મેદાનમાં આવ્યા... ત્યારે જોઈએ જંગ કેવો છે?

૭૫ ધોરાજી-ઉપલેટા વિધાનસભા એટલે ધોરાજી સીટી તાલુકામાં લેઉવા પટેલ સમાજનું પ્રભુત્વ ધરાવે છે. જેમાં અંદાજે ૪૫૨૦૦ લેઉવા પટેલ સમાજ પ્રભુત્વ ધરાવે છે એ ધ્યાનમાં રાખી કોંગ્રેસે સૌરાષ્ટ્ર પાસના કન્વીનર અને છેલ્લા બે વર્ષથી આ વિસ્તારમાં પાટીદાર અનામત માટે લડતા લલીતભાઈ વસોયાને કોંગ્રેસે ટીકીટ આપી જીતની આશાએ...

જ્યારે ઉપલેટા શહેર તાલુકામાં કડવા પાટીદાર ૫૯૦૦૦ જેવોે મોટો વર્ગ ધરાવે છે અને એ ધ્યાનમાં રાખી ભારતીય જનતા પાર્ટીએ હરીભાઈ પટેલને ટીકીટ આપી અને મોદીનો વેવ સાથે ૧૦૦ ટકા જીતના દાવા સાથે હરીભાઈ પટેલ એ ચૂંટણી લડી...

હાલની પરિસ્થિતિ જોતા ૭૫ ધોરાજી-ઉપલેટા વિધાનસભા સીટ ઉપર ભાજપ-કોંગ્રેસની લડાઈના બદલે કડવા-લેઉવાનો વાદ મોટો ચાલ્યો. જ્ઞાતિના સમીકરણોમાં મુસ્લિમ અને દલીત મત કોંગ્રેસ તથા અન્ય પાર્ટીમાં જોવા મળ્યા હતા જ્યારે અન્ય જ્ઞાતિ જોતા ૮૭૦૦૦ મત ધરાવતા ઈત્તર સમાજ વિચાર ધારા સાથે જોડાયેલ જોવા મળેલ હતો.

તમામ સમીકરણો જોતા કોંગ્રેસ આગળ નિકળે તો ઉપલેટામાં ભાજપ આગળ નિકળશે એમાં કોઈ બેમત નથી. આ વિસ્તારમાં એક પણ જાહેરસભા યોજાઈ નથી.. માત્ર જ્ઞાતિના સમીકરણો ઉપર ચૂંટણી લડાઈ છે અને પાસના ગણાતા કડવા પટેલ સમાજ છેલ્લી ઘડીએ જ્ઞાતિના સમીકરણોમા ફેરવાઈ ગયાની ચર્ચા સાંભળેલ છે જોઈએ તા. ૧૮-૧૨-૨૦૧૭ના પરિણામમાં કોણ હારશે ? કોણ જીતશે ? જે જીતશે એ નજીવી લીડથી જીતશે...

(12:20 pm IST)