Gujarati News

Gujarati News

News of Friday, 15th December 2017

પહેલા દ્વારકાનું પરિણામ આવવાની સંભાવના

ખંભાળીયા, તા. ૧પ : દેવભૂમિ દ્વારકાની વિધાનસભાની બન્ને બેઠકો ખંભાળીયા તથા દ્વારકા બેઠક માટે જિલ્લા કલેકટર તથા જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી જે.આર. ડોડીયા તથા નાયબ જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી ઉધાડના માર્ગદર્શન હેઠળ તા. ૧૮ના બન્ને વિસ્તારની મતગણતરી માટે વ્યવસ્થા ગોઠવાઇ છે.

સવારે આઠ વાગ્યે મતગણતરી શરૂ થશે. દ્વારકા તથા ખંભાળીયા માટે કુલ ૧૪-૧૪ ટેબલોમાં વ્યવસ્થા કરાઇ છે જે પંદર મિનિટમાં એક રાઉન્ડ આવી શકશે જેથી પંદર મિનિટમાં ર૮ બુથોની ગણતરી થશે તથા આ માટે દ્વારકામાં ૬પ તથા ખંભાળીયામાં ૬પ મતદાન ટેબલ પરના કર્મીઓ અને બીજા ૧ ૦૦ કર્મચારી નિમાયા છે તથા દરેક ટેબલની તથા સ્ટાફની નિયુકિત પણ ટ્રેન્ડ મળી પદ્ધતિથી કરાશે.

ચૂંટણી પંચ દ્વારા મતગણતરી માટે ખાસ ઓબ્ઝર્વરની નિયુકિત કરવામાં આવી છે. દ્વારકા માટે જી. વરણી મોહનભાઇ નિયુકિત કરાઇ છે. જયારે ખંભાળીયા માટે જુલી સોનેવાળની નિયુકત કરવામાં આવી છે.

મતગણતરી થયા પછી રાઉન્ડ વાઇઝ પરિણામો જાહેર થાય અને લોકો તથા ગણતરી માટે આવેલ ચૂંટણી પક્ષોના હોદેેદારો ઉમેદવારો સાંભળી શકે તે માટે બે જગ્યાએ માઇકની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. દરેક રાઉન્ડના અંતે મત મળ્યાની જાહેરાત કરવામાં આવશે.

દ્વારકાનું પરિણામ વહેલુ !

વિધાનસભા મત ગણતરીમાં દ્વારકા બેઠક થી ૩૧૬ બુથ હોય અને ખંભાળીયા બેઠક પર ૩ર૭ બુથો હોય દ્વારકાનું પરિણામ વહેલુ આવવા સંભાવના છે. બીજુ દ્વારકા બેઠકથી ૧૩ ઉમેદવારો છે જયારે ખંભાળીયામાં ર૦ છે અને બે-બે ઇ.વી.એમ. ખંભાળીયા છે. દ્વારકા એકજ હોય અને મોત પણ ઓછા હોય આ સીટનું પરિણામ વહેલુ આવશે.

મતદાન પ્રવેશ માટે દ્વારકા માટે બ્લુ કલરના પાસ તથા ખંભાળીયા માટે લાલ કલરના પાસ અપાયા છે તથા પત્રકારો માટે મીડીયા રૂમમાં ટી.વી. તથા વાઇફાઇ અને કોમ્પ્યુટરની સુવિધા મૂકવામાં આવ્યાનું નાયબ જિ. ચૂંટણી અધિકારી ઉંધાડે જણાવ્યું છે.

(11:29 am IST)