Gujarati News

Gujarati News

News of Friday, 15th December 2017

સુરતનો વધુ એક ફરારી આરોપી ભાવનગરમાંથી ઝડપાયો

ભાવનગર જીલ્લામાં તથા બહારના જીલ્લામાં ગુન્હો કર્યા બાદ નાસ્તા ફરતા આરોપીઓને ઝડપી પાડવા ભાવનગર જીલ્લાના પોલીસ અધિક્ષકશ્રી પી.એલ.માલ ઝુંબેશ હાથ ધરેલ તે અનુસંધાને એસ.ઓ.જી. શાખાના ઇન્ચાર્જ પોલીસ ઇન્સપેકટરશ્રી ડી.ડી.પરમારની સુચનાથી એસ.ઓ.જી. સ્ટાફ હરેશભાઇ ઉલવા તથા નિતીનભાઇ ખટાણાને સંયુકત રીતે મળેલ હકિકત આધારે સુરત ગ્રામ્યના કામરેજ પોલીસ સ્ટેશન પ્રોહી.ગુ.ર.નં. ૫૨૫/૨૦૧૭ પ્રોહી. કલમ ૬૫ઇ, ૮૧, ૮૩, ૯૮(૨) મુજબના ગુન્હાના કામે આગાઉ ત્રણ (૩) નાસતા ફરતા આરોપીઓને ઝડપી પાડેલ અને આજ ગુન્હાના નાસ્તા ફરતા વધુ એક આરોપી કૈલાશ ઉર્ફે કયલો જીવતરામ રાજાણી (સીંધી ઉ.વ.૨૬) રહેવાસી ભારતનગર ભાવનગર વાળાનેઙ્ગ ભરતનગર સીતારામ ચોકમાંથી ઝડપી પાડી નિલમબાગ પોલીસ સ્ટેશન ખાતે સોપી આપેલ છે. આ કામગીરીમાં એ.એસ.આઇ. ગીરજાશંકર જાની તથા બાવકુદાન ગઢવી તથા પ્રદિપસિંહ ગોહિલ જોડાયા હતા.

(11:29 am IST)