Gujarati News

Gujarati News

News of Friday, 15th December 2017

કડકડતી ઠંડીઃ નલીયા-૮.૪, અમરેલી ૯.૩, ભુજ ૯.૮ ડિગ્રી

રાજકોટ સહિત સૌરાષ્‍ટ્ર-કચ્‍છમાં જામતો શિયાળાનો માહોલઃ સર્વત્ર ઠંડક

ઠંડીથી બચવા ગરમ કપડામાં સજ્જ ભુલકાઓઃ ગોંડલઃ સૌરાષ્‍ટ્ર-કચ્‍છમાં કાતીલ ઠંડી થી બજારોમાં સોપો પડી ગયો છે. આ હાડ થીજવતી રેકોર્ડ બ્રેક ઠંડીમાં તડકે તાપને ગરમ વસ્‍ત્રોમાં ભુલકાઓ નજરે પડે છે... (તસ્‍વીર-ભાવેશ ભોજાણી ગોંડલ)

રાજકોટ તા.૧૫: રાજકોટ સહિત સૌરાષ્‍ટ્ર-કચ્‍છમાં કડકડતી ઠંડીથી લોકો ત્રાહીમામ પોકારી ઉઠયા છે અને સાંજથી વહેલી સવાર સુધી પડતી ઠંડીની કારણે જનજીવન અસ્‍તવ્‍યસ્‍ત થઇ ગયું છે.

છેલ્લા ત્રણ-ચાર દિવસથી લઘુતમ તાપમાનનો પારો સડસડાટ નીચે ઉત્તરી જતા શિયાળાએ પોતાનો અસલી મીજાજ બતાવવાનુ શરૂ કર્યુ હોય તેમ ઠંડીની અસરથી લોકો પરેશાન થઇ ગયા છે.

સૂર્યાસ્‍ત બાદ ઠંડીની અસર વધુ  વર્તાય છે અને મોડી રાત્રીના રસ્‍તાઓ સુમસામ બની જાય છે અને લોકો ઠંડીથી બચવા માટે ઘરની બહાર નીકળવાનુ ટાળે છે

સવારે પણ કડકડતી ઠંડીનો માહોલ જામતા લોકો તાપણા કરીને ઠંડીથી બચવા પ્રયાસ કરે છે અને ગરમ વસ્‍ત્રોના સહારે ઘરની બહાર નીકળે છે

ઉત્તર ભારતમાં થયેલ હિમવર્ષાને પગલે રાજ્‍યમાં ઠંડા પવનો ફુંકાતા લોકો કાતિલ ઠંડીનો સામનો કરી રહ્યા છે ત્‍યારે સૌરાષ્‍ટ્રવાસીઓ પણ ઠંડીમાં ધ્રુજ્‍યા હતા.

એક તરફ રાજ્‍યમાં ચૂંટણીનો ગરમાવો જોવા મળી રહ્યો છે ત્‍યારે ગીરનાર પર્વત ઉપર નીચે તાપમાનથી ઠંડીનો કાતિલ ચમકારો જોવા મળ્‍યો છે. રાજ્‍યમાં ઠંડીનું જોર યથાવત રહ્યું છે. કાતિલ ઠંડા પવનો ફૂકાતા હોવાથી અને લઘુતમ તાપમાનનો પારો નીચે ઉતરતા ઠંડીની તીવ્રતામાં વધારો થઇ રહ્યો છે.

આજે સૌથી વધુ ઠંડી કચ્‍છમાં નલીયામાં ૮.૪, અમરેલી ૯.૩, ભુજ ૯.૮, રાજકોટ ૧૧.૧ જામનગર ૧૪.૫ ડિગ્રી તાપમાન નોંધાયુ છે.

જામનગર

જામનગરઃ શહેરનુ લઘુતમ તાપમાન ૧૪.૫ ડિગ્રી, મહતમ ૨૫ ડિગ્રી, ભેજ ૭૦ ટકા અને પવનની ઝડપ ૮.૬ કિ.મી. પ્રતિ કલાક રહી છે

(11:16 am IST)