Gujarati News

Gujarati News

News of Friday, 15th December 2017

ઉના વિધાનસભાના બંધારડામાં ૫૬.૦૯ ટકા અને ગાંગડા-૩માં ૬૯.૪૪ ટકા ફેર મતદાન

ગીર-સોમનાથ તા. ૧૫ : ૯૩-ઉના વિધાનસભા સામાન્ય ચૂંટણી-૨૦૧૭ અન્વયે ૧૬૩-બંધારડા અને ૨૨૪-ગાંગડા-૩ મતદાન મથક પર ફેર મતદાન થયું છે. ૧૬૩-બંધારડામાં પુરુષ-૫૫૧,સ્રી-૪૭૬ એમ કુલ ૧૦૨૭ મતદારો નોંધાયેલા છે. જે પૈકી પુરુષ-૨૯૪, સ્ત્રી-૨૮૨, એમ કુલ ૫૭૬ લોકોએ મત્તાધિકારનો ઉપયોગ કરતા ૫૬.૦૯ ટકા ફેર મતદાન થયું છે.

૨૨૪-ગાંગડા-૩ મતદાન મથક પર પુરૂષ-૪૨૯, સ્રી-૪૨૫ એમ કુલ ૮૫૪ મતદારો પૈકી પુરુષ-૨૮૭, સ્રી-૩૦૬, એમ કુલ ૫૯૩ મતદારોએ મતદાન કર્યું છે. ૨૨૪-ગાંગડા-૩માં ૬૯.૪૪ ટકા ફેર મતદાન થયું છે.

તા.૦૯/૧૨/૧૭ નાં રોજ યોજવામાં આવેલ આ બે મતદાન મથક ઉપર મતદાન રદ કરવા અને ફેર મતદાન યોજવા નિર્ણય કરવામાં આવેલ હતો. જેથી આ બન્ને બુથ પર તા.૧૪/૧૨/૧૭ નાં રોજ સવારનાં ૮ કલાકથી સાંજનાં ૫.૦૦ કલાક દરમ્યાન ફેર મતદાન યોજાયુ હતું.

(10:52 am IST)