Gujarati News

Gujarati News

News of Friday, 15th December 2017

રાજકોટ ગ્રામ્યમાં ભાજપ-કોંગ્રેસની કટ ટુ કટની ફાઇટ

ખીરસરા, તા. ૧પ : રાજકોટ ગ્રામ્ય વિધાનસભા-૭૧ છેલ્લા વીસ વર્ષથી ભાજપનો ગઢ છે અને આ સીટ ઉપર અજા. ઓબીસી તેમજ પાટીદાર મતદારો છે જેમાં શહેરી વિસ્તારના મતદારો નિર્ણાયક ગણાય છે. આ વખતે આ સીટના ભાજપના ઉમેદવાર લાખાભાઇ સાગઠીયા ગ્રામ્ય વિસ્તારના સ્થાનિક ઉમેદવાર છે તો ગામડાના મતદારો પણ ભાજપ તરફી જોક હોવાથી ધારણ છે અને કોંગ્રેસ પક્ષના ઉમેદવાર શહેરી વિસ્તારના છે તો શહેર વિસ્તારના મતદારોનું શું હેતુ તે જાણવું મુશ્કેલ છે. બન્ને પક્ષે પ્રચારમાં પણ સારી કામગીરી જોવા મળેલ છે તો આ બન્ને પક્ષના ઉમેદવારમાં કટ ટુ કટની ફાઇટ હોવાનું જણાઇ રહે છે.

ગયા વખતે ર૦૧રની વિધાનસભામાં ભાજપના ઉમેદવાર ભાનુબેન બાબરીયા દશ હજારથી પણ વધુ મેત વિજય થયેલ અને ભાજપના ૩૬ હજાર જેવા મતો જી.પી.પી.ના ઉમેદવારને મળેલ  તે મત ભાજપના ઉમેદવાર લાખાભાઇ સાગઠીયા મેળવી શકે છે કે નહીં તે નિર્ણાયક બનશે તેવી ચર્ચાઓ ચાલી રહેલ છે.

(10:51 am IST)