Gujarati News

Gujarati News

News of Friday, 15th December 2017

તળાજાની જીનિંગો આરસીએમ પ્રશ્ને બંધ

યાર્ડમાંથી કપાસની ખરીદી નહીં કરેઃ ૨૧ તારીખે સરકાર સાથે બેઠક સફળ નહીં રહે તો ૨૨ તારીખે હડતાલનો દેશ લેવલે પ્રારંભ

ભાવનગર, તા. ૧૫ :. તળાજા જીનિંગ એસોસીએશનના પ્રમુખના કહેવા પ્રમાણે જીએસટી અંતર્ગત રીવર્સ મિકેનિયમના કાયદાનો વિરોધ કરવા માટે એક દિવસ એસો.માં જોડાયેલ તમામ જીનિંગ મિલો બંધ રહેશે. યાર્ડમાંથી ખરીદી પણ નહીં કરે.

કપાસની ખરીદી પર સરકાર એ લાદેલ રીવર્સ મિકેનિયમના કાયદાનો જીનિંગ ફેકટરીના માલિકો લાંબા સમયથી વિરોધ નોંધાઈ રહ્યા છે. પરંતુ ગુજરાતની ચૂંટણી હોય વિરોધના પગલે હડતાલની ચિમકી આપ્યા બાદ હડતાલ મુલત્વી રાખવાની ફરજ પડી હતી, પરંતુ મતદાન પ્રક્રિયા પૂર્ણ થતા જ તળાજા જીનિંગ એસો.ના અધ્યક્ષ મધુભાઈ ભાદરકાએ જણાવ્યુ હતુ કે, આજ રોજ એક દિવસ માટે એસો. સાથે જોડાયેલ તળાજાની તમામ જીનિંગ મિલો બંધ પાળશે. યાર્ડમાંથી કપાસની ખરીદી નહીં કરે. આગામી તા. ૨૧ના રોજ દેશ લેવલનું એસોસીએશન સરકાર સાથે વાટાઘાટો કરશે. તે સમયે સરકાર સહાનુભૂતિવાળુ વલણ નહીં અપનાવે તો તા. ૨૨થી તમામ જીનિંગ ફેકટરીઓ બંધ પાળી અચોક્કસ મુદતના હડતાલના મંડાણ કરશે.

(10:50 am IST)