Gujarati News

Gujarati News

News of Friday, 15th December 2017

જુનાગઢના વડાલમાં ખેડૂત શિબીર

 જુનાગઢ કૃષિ યુનિવર્સિટી, જુનાગઢના સહયોગથી વડાલા ગામના હિતેશભાઇ દોમડીયાની ખેતરે ખેડુત શિબિરનું આયોજન કરવામાં આવેલ આ પ્રસંગે જુનાગઢ કૃષિ યુનિવર્સિટી, જુનાગઢના વિસ્‍તરણ શિક્ષણ નિયામક એ.એમ.પારખીયાએ જણાવ્‍યું કે, કૃષિનો વિકાસ થાય અને તેમાં નવી ટેકનોલોજી ઉમેરાય તે માટે કૃષિ યુનિવર્સિટી સતત કાર્યરત છે. હિતેષભાઇ દોમડીયાએ યુનિવર્સિટીના માર્ગદર્શન દ્વારા છેલ્લા પાંચ વર્ષથી ગાય આધારિત ખેતી કરે છે. જેમાં તેઓ જીવામૃત, ધનજીવામૃત, પંચદ્રવ્‍ય, વિગેરે દ્વારા પોતાની ખેતીમાં ઉત્‍પાદન મેળવે છે. સરકાર પણ આ માટે ઘણા પ્રયત્‍ન કરે છે. અને સેન્‍દ્રીય ખેતીની નીતી ર૦૧પ અન્‍વયે ગુજરાતમાં ઓર્ગેનિક ખેતીને પ્રોત્‍સાહીત કરતા રહેલા છે. જો જામીનની ચકાસણી કરી અને વાવેતર કરવા આવે તો ખેતી ખર્ચ ઘટાડી શકાય છે. શિયાળુ કયા પાક વાવવા જોઇએ તેનું માર્ગદર્શન આપેલ આજે દેશ ભરમાં સોઇલહેલ્‍થ કાર્ડ દ્વારા હાજારો ટન રસાયણિક ખાતરનો બચાવ થયેલ છે. આડેધડ વપરાતું જંતુનાશક દવાઓ તેમજ રસાયણિક ખાતરોથી જમીનને માઠી અસર થઇ છે આજે સરકાર દ્વારા ડ્રીપઇરીગેશનને પ્રોત્‍સાહન આપવામાં આવે છે.ડ્રીપથી પાણી, ખાતર, જંતુનાશક દવા, તેમજ નિદામણ ખર્ચ ઘટાડી શકાય છે. ખેડુતો આયોજન બંધ જો શાકભાજીની ખેતી કરે તો સારી એવી આવક મેળવી શકે છે.ે આ પ્રસંગે યુનિવર્સિટીના ડો.જી.આર.ગોહિલ તથા બહોળી સંખ્‍યામાં ખેડુત ભાઇઓ હાજર રહ્યા હતા આ પ્રસંગે ઉમેશભાઇ દોમડીયાએ જણાવ્‍યું કે, હું છેલ્લા પાંચ વર્ષથી ગાય આધારિત ખેતી કરૂં છું તેમજ ડ્રીપનો ઉપયોગ કરી ખેતી ખર્ચમાં ઘટાડો થયેલ છે (અહેવાલઃ વિનુ જોષી, તસ્‍વીર મુકેશ વાઘેલા-જુનાગઢ)

 

(1:25 pm IST)