Gujarati News

Gujarati News

News of Friday, 15th December 2017

જુનાગઢ જિલ્લાનાં ૨૭૧૪૧૭ બાળકોની આરોગ્ય તપાસણી

 જૂનાગઢ : જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા આગામી તા. ૨૧ ડિસેમ્બર-૧૭ થી ૨૭ ફેબ્રુઆરી ૨૦૧૮ સુધીમાં જૂનાગઢ જિલ્લાનાં કુલ ૫૦૪ ગામોમાં, કુલ ૧૨૪૯ આંગણવાડી કેન્દ્રોનાં ૭૬૨૩૬ બાળકો, ૧૦૨૩ પ્રાથમીક શાળાનાં ૧,૩૩,૭૨૪ બાળકો તથા ૩૧૯ માધ્યમિક શાળા અને ઉચ્ચત્ત્।ર માધ્યમિક શાળાનાં ૫૬,૭૭૪ બાળકો અન્ય શાળાનાં ૧૬૨૧ બાળકો અને શાળાએ ના જતાં ૩૦૬૨ બાળકો મળીને કુલ ૨,૭૧,૪૧૭ બાળકોની આરોગ્ય તપાસણી તાલુકા હેલ્થ ઓફીસરશ્રીનાં સીધા માર્ગદર્શન હેઠળ  જે તે આંગણવાડી, શાળાની મુલાકાત લઇ રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમની ટીમનાં મેડીકલ ઓફીસરશ્રી અને પેરા મેડીકલ સટાફની ટીમો દ્વારા તેમજ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનાં મેડીકલ ઓફીસર શ્રી અને પેરા મેડીકલ સ્ટાફની ટીમો દ્વારા કરવામાં આવનાર છે. આરોગ્ય વિભાગ દ્વારા પ્રથમ આંગણવાડી, પ્રાથમિક શાળા, માધ્યમિક શાળા, અન્ય શાળા તથા શાળાએ ન જતાં નવજાત શીશુથી ૧૮ વર્ષ સુધીનાં તમામ બાળકોનું પ્રાથમિક સ્ક્રીનીંગ રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમનાં પેરા મેડીકલ સટાફની ટીમ અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનાં પેરા મેડીકલ સ્ટાફની ટીમ દ્વારા કરીને સામાન્ય બીમારી વાળા બાળકોને સ્થળ પર સારવાર આપવામાં આવશે. વધુ ખામી વાળા બાળકોને તાલુકાવાર યોજવામાં આવનાર સંદર્ભ સેવા કેમ્પમાં સીવીલ હોસ્પીટલનાં તજજ્ઞશ્રીઓ દ્વારા તપાસ અને સારવાર કરવામાં આવશે. તેમાંથી ગંભીર બીમારી વાળા બાળકોને સુપર સ્પેશ્યલીસ્ટ સારવાર માટે રાજયની એપેક્ષ હોસ્પીટલોમાં વધુ સારવાર અર્થે સીવીલ હોસ્પીટલ અમદાવાદ ખાતે રીફર કરવામાં આવશે. શાળા આરોગ્ય તપાસણીની સમગ્ર કાર્યક્રમની કામગીરી જિલ્લા વિકાસ અધીકારીશ્રીનાં માર્ગદર્શન હેઠળ શાળા આરોગ્ય કાર્યક્રમ સફળ રહે તે માટે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી જૂનાગઢનાં અધ્યક્ષ સ્થાને જિલ્લા આર.સી.એચ. અધિકારીશ્રી તથા એપેડેમીક મેડીકલ ઓફીસરશ્રી દ્વારા તાલીમ યોજાઇ હતી. (અહેવાલ : વિનુ જોષી, તસ્વીર : મુકેશ વાઘેલા, જૂનાગઢ)

(9:35 am IST)