Gujarati News

Gujarati News

News of Friday, 15th October 2021

વેરાવળના ડાઈનીગ હોલમાં અગાસીમાં શોર્ટસર્કીટ થતા ત્રણ યુવાનો ચોંટી જતા કમકમાટીભર્યા મોત

સ્વાગત ડાઈનીગ હોલનું મોટુ બોર્ડ કાઢી ,રીપેરીગ માટે ઉપર ચડાવતા હતા ત્યારે ૧૧ કેવી.નો વિજ વાયર ત્યાંથી પસાર થતો હતો. બોર્ડ આડુ થતા તેમા અડી જતા જોરદાર શોર્ટ લાગેલ જેથી ત્રણેય ધટના સ્થળે મોત : માલીકના પરીવાર યુવાનનું પણ ઘટના પણ મૃત્યુ

વેરાવળ બસ સ્ટેન્ડ રોડ ઉપર રબારી વાડાના નાકે ગુજરાતી ડાઈનીંગ હોલમાં સાજે ૪ વાગ્યે બોર્ડ રીપેરીગ કરવા માટે અગાસીમાં  હતા ત્યારે ૧૧ કેવી. નો વાયર પસાર થતો હતો તે અડી જતા શોર્ટ સર્કીટ થતા ત્રણ યુવાનો ચોટી જતા ધટના સ્થળે કમકમાટી ભર્યા મૃત્યુ થયેલ હતા.

વેરાવળ બસ સ્ટેન્ડ રોડ ઉપર રબારી વાડાના નાકે આવેલ સ્વાગત ડાઈનીગ હોલનું મોટુ બોર્ડ કાઢી અને તેને રીપેરીગ માટે ઉપર ચડાવતા હતા ત્યારે ૧૧ કેવી.નો વિજ વાયર ત્યાંથી પસાર થતો હતો. બોર્ડ આડુ થતા તેમા અડી જતા જોરદાર શોર્ટ લાગેલ હતો જેથી ત્રણેય ધટના સ્થળે મૃત્યુ પામેલ હતા બપોરે ૪ વાગ્યે આ બનાવ બનતા આખા વિસ્તારમાં હાહાકાર મચી ગયેલ હતો તમામ વિજ પુરવઠો બંધ કરાયેલ હતો બનાવના સમયે મુળ ડાઈનીગ હોલ ચલાવતા માલીકના પરીવાર યુવાનનું પણ ઘટના પણ મૃત્યુ થયેલ છે તેમન એક રાજસ્થાન અને માળીયા તાલુકના વાંદરવડ ગામના યુવાનનું પણ મૃત્યુ થયેલ હતું.

શહેર પી.આઈ ડી.ડી.પરમારે જણાવેલ હતું કે બસ સ્ટેન્ડ રોડ રબારી વાડાના નાકે ગુજરાત ડાઈનીંગ હોલ સ્વાગત આવેલ છે ત્યાં તે નું મોટું ઈલેકટ્રીક બોર્ડ રીપેરીંગ કરવા માટે હોટલમાં કામ કરતા ત્રણેય યુવાના ચડાવતા હતા તેમાં હીરાલાલ મગનલાલ મીના હાલ. હોટલ ની ઉપર મુળ.ઉદયપુર,મહેશ સામજી પરમાર રહે.વાંદરવડ 

તા.માળીયા હાટીના,વિવેક મહેરબાનસિંગ મીના હાલ. અંબાજી મંદિર વેરાવળ મુળ.વસંગાબાદ કામગીરી કરી રહેલ હતા ત્યાં બોર્ડ આડુ થતા પીજીવીસીએલ ના ૧૧ કેવી નો મોટો જીવતો વાયર પસાર થતો હતો તે અડી જતા શોર્ટસર્કીટ થયેલ હોવાનું પ્રાથમીક તપાસ માં જાણવા મળેલ છે ધટના સ્થળે ત્રણેય ના મૃત્યુ થયેલ છે પોલીસ તમામ તપાસ કરી રહી છે નિવેદનો લઈ રહી છે હોટલ માલીક બહારગામ હોવાથી તેની પણ પુછપરછ કરવાની બાકી હોય તેમ જણાવેલ હતું.

જાણવા મળતી વિગત મુજબ વિવકે મહેરબાનસિંગ મેર ઉ.૧૯ ભોપાલ નો હોય તે ડાઈનીગ હોલ ચલાવતા માલીક ના સગા થતા હોય તેમનું પણ આ ધટના માં મૃત્યુ થયેલ છે તેમજ મહેશ સવજી પરમાર રહે.વાંદ૨વડ તા.માળીયા હાટીના વાળા પાંચ બહેનોનો એક નો એક ભાઈ હોય તેમ જાણવા મળેલ છે પવિત્ર દશેરા ના દિવસે આ ઘટના બનતા સમગ્ર વિસ્તારમાં ગમગમી ફેલાયેલ છે અને તેમના પરીવારો માં અરેરાટી ફેલાઈ ગયેલ છે બનાવ બનતા પોલીસ,મામલતદાર, પીજીવીસીએલ ના અધિકારી બનાવ ના સ્થળે તાત્કાલીક પહોચી ગયેલ હતા

 

(7:39 pm IST)