Gujarati News

Gujarati News

News of Friday, 15th October 2021

પાયલોટ આરોહી પંડિતે ભૂજ એરપોર્ટથી ઉડાન ભરી :89 વર્ષ બાદ ઐતિહાસિક ઘટનાને ફરીથી જીવંત કરી

1932માં કરાંચીથી મુંબઇ સુધી જેઆરડી ટાટા દ્વારા ભારતની પ્રથમ કોમર્શિયલ ફલાઇટનું થયું હતું ઉડાન : એટલાન્ટિક અને પેસિફિક સમુદ્રને ક્રોસ કરનારી વિશ્વની પ્રથમ મહિલા પાઈલટ આરોહી પંડિત ઉડાવી ફ્લાઇટ

ભૂજ :લાઈટ સ્પોર્ટ એરક્રાફ્ટ સાથે એટલાન્ટિક અને પેસિફિક સમુદ્રને ક્રોસ કરનારી વિશ્વની પ્રથમ મહિલા પાઈલટ આરોહી પંડિત 1932માં જેઆરડી ટાટા દ્વારા ભારતની જે પ્રથમ કોમર્શિયલ ઉડાનની ઐતિહાસિક ઘટનાને ફરી જીવંત કરી હતી. આજે ભુજથી મુંબઇ વચ્ચે ફ્લાઇટ ઉડાવીને ઈતિહાસનુ પુનરાવર્તન કર્યુ હતું. આજે ઐતહાસિક ઉડાનનું પુનરાવર્તન કરાયું. 1932 માં કરાંચીથી મુંબઇ સુધી જેઆરડી ટાટા દ્વારા ભારતની પ્રથમ કોમર્શિયલ ફલાઇટનું ઉડાન થયું હતું. આજે 89 વર્ષ બાદ ભૂજથી મુંબઈ વચ્ચે આરોહી પંડિત ફ્લાઇટની ઉડાન ભરી હતી. એટલાન્ટિક અને પેસિફિક સમુદ્રને ક્રોસ કરનારી વિશ્વની પ્રથમ મહિલા પાઈલટ આરોહી પંડિત ફ્લાઇટ ઉડાવી હતી.

ભારતના નાગરિક ઉડ્ડયન ક્ષેત્રના પિતામહ ગણાતા જેઆર ડી ટાટા 15 ઓક્ટોબર 1932 ના રોજ કરાંચીથી મુંબઇ સુધી મેઇલ લઈને ટાટા એર સર્વિસ ની પ્રથમ ફ્લાઇટનું પાઈલટ તરીકે ઉડ્ડયન કર્યું હતું. આ ફ્લાઈટમાં સિંગલ એન્જિનના ડી હેવીલેન્ડ પસ મોથ વિમાનનું વિમાન હતું. આજે આરોહી પંડિત ભારત પાકિસ્તાનના યુદ્ધ વચ્ચે કચ્છના માધાપર ગામની મહિલાઓએ 72 કલાકમાં પુન નિર્માણ કરેલ ભૂજ રનવે પરથી ઉડ્ડયન કર્યું હતું. આ દરમિયાન આરોહી અમદાવાદમાં વિમાનમાં ઇંધણ ભરાવા લેન્ડ થશે. એ પછી મુંબઈમાં જુહુ ખાતે આવેલ ભારતના પ્રથમ સિવિલ એરપોર્ટમાં ઉતરાણ કરશે.

 

આરોહીના હસ્તે આજે માધાપરની એ વીરાંગનાઓનું પણ સાડી આપીને સન્માન કરવામાં આવ્યું હતું કે, જેઓએ ભારત પાકિસ્તાનના 1971ના યુદ્ધ વખતે બોમ્બમારાથી જે રન-વે ને નુકસાન પહોંચાડવામાં આવ્યું હતું, તેને આ વિરાંગનાઓ દ્વારા ફરીથી માત્ર 72 કલાકની અંદર બનાવવામાં આવ્યું હતું.

2019માં આરોહી પંડિત એટલાન્ટિક અને પેસિફિક સમુદ્રને પાર કરનારી વિશ્વની પ્રથમ મહિલા બની હતી. ઉલ્લેખનીય છે કે 2019માં બોરીવલીની યુવા આરોહી પંડિત એટલાન્ટિક અને પેસિફિક સમુદ્રને પાર કરનારી વિશ્વની પ્રથમ મહિલા બની હતી અને આ ફ્લાઇટમાં આરોહી પંડિત સિવાય બીજા કોઈ સભ્ય ન હતા. આરોહી પંડિત 1932ની ઐતિહાસિક ફ્લાઇટની ઘટનાને ફરી તાજી કરવા માટે પણ એ જ વિમાનનો ઉપયોગ કરશે.

(1:21 pm IST)