Gujarati News

Gujarati News

News of Friday, 15th October 2021

જુનાગઢ ગુજસીટોકના પ્રથમ ગુનામાં પકડાયેલ પાંચ આરોપીઓની ૧૧ દિવસની રિમાન્ડ મંજુર

સ્પે.પી.પી. તુષાર ગોકાણી દ્વારા થયેલ રજુઆતને માન્ય રાખતી કોર્ટ

રાજકોટ તા.૧પ : વિસાવદર ટાઉનના કનૈયા ચોક ખાતે તાજેતરમાં ગાઠીયાની લારીઓ વાળાને હેરાન કરવા બાબતે થયેલ માથાકુટ બાબતે ગુજસીટોકના ગુન્હામાં ધરપકડ કરવામાં આવેલ આરોપીઓ નાસીર રહીમભાઇ મહેતર, ઇમ્તિયાઝ ઉર્ફે પોપટ જાવીદભાઇ બ્લોચ, અમિત ઉર્ફે ભુરો યુનુસભાઇ સમા, કૌશિક ઉર્ફે કપિલ દુલાભાઇ ઉર્ફે દુર્લભભાઇ દાફડા, અકિલ ઉર્ફે ટોની ફિરોઝભાઇ સીડાને રાજકોટની સ્પેશિયલ કોર્ટ દ્વારા ૧૧ દિવસના પોલીસ રિમાન્ડ ઉપર સોંપવાનો હુકમ કરવછામાં આવેલ છે.

જુનાગઢ જિલ્લા પોલીસ વડા રવી તેજા વાસમ શેટી દ્વારા આપવામાં આવેલ સુચના અને માર્ગદર્શન હેઠળ જુનાગઢ ડીવીઝનના ડીવાયએસપી પ્રદિપસિંહ જાડેજા દ્વારા આ ગુજસીટોક કાયદા હેઠળ નોંધાયેલ ફરિયાદની તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવેલ અને આ ગુન્હામાં પકડાયેલ છે કે કેમ.... ? ભુતકાળમા ફરિયાદમાં દર્શાવેલ ગુન્હાઓ સિવાય જુનાગઢ જિલ્લા કે અન્ય બીજા કોઇ જિલ્લામાં કોઇ ગુન્હામાં પકડાયેલ છે કે કેમ ? ભુતકાળમાં કોઇ ગુન્હાઓ આચરેલા હોય અને ફરિયાદ ના થઇ હોય તેવા કોઇ ગુન્હાઓ કરેલા છે કે કેમ.... ? ગેંગ દ્વારા ગુન્હાઓ આચરીને કોઇ મિલકત વસાવવામાં આવેલ છે કે કેમ.... ? બતાવેલા મોબાઇલ નંબર સિવાય બીજા કોઇ નંબરો વાપરવામાં આવેલ છે કે કેમ.... ? મોબાઇલ નંબરો કોના કોના નામે વાપરેલ છે... આ ગેંગ કઇ રીતે અસ્તિત્વમાં આવી અને આરોપીઓ કયારે કઇ રીતે એક બીજાના સંપર્કમાં આવ્યા.... ? પકડાયેલા સંગઠીત ગુન્હાઓ આચરતી ગેંગને પડદા પાછળ કોઇ વ્યકિતઓ દ્વારા આર્થિક મદદ કે રાજકીય મદદ પુરી પાડવામાં આવે છે કે કેમ.... ? વિગેરે મુદાઓ બાબતે દિન ૧પના પોલીસ રિમાન્ડની માંગણી કરવામાં આવેલ હતી.

ગુજસીટોક કાયદા મુજબના આ ગુન્હાના  સ્પેશીયલ સરકારી વકીલ તુષારભાઇ ગોકાણી દ્વારા દલીો કરવામાં આવતા, રાજકોટ  ખાતેની સ્પેશીયલ કોર્ટના જજ દેસાઇ દ્વારા તમામ પાંચેય આરોપીઓના ૧૧ દિવસના પોલીસ કસ્ટડી રિમાન્ડ મંજુર કરવામાં આવેલ છે. પકડાયેલ પાંચેય આરોપીઓની જુનાગઢ ડીવીઝનના ડીવાયએસપી પ્રદિપસિંહ જાડેજા, વિસાવદર પી.ઢઆઇ. એન.આર.પટેલ, પી.એસ.આઇ. એ.બી.દતા, એ.એસ.આઇ. સંજય દાન ગઢવ,ી શૈલેષભાઇ, અવિનાશભાઇ, વનરાજસિંહ, ડ્રાઇવર દલભાઇ સહિતની સ્પેશીયલ ટીમ દ્વારા વધુ પુછપરછ હાથ ધરી તપાસ હાથ ધરવામાં આવેલ છે.

દરમિયાન પોલીસ માને છે કે, આ ગેંગનો ભોગ ઘણા લોકો બન્યા છે, પરંતુ જાહેરમાં ફરિયાદ કે નિવેદન લખાવવા આવતા નથી, ત્યારે જુનાગઢ જિલ્લા પોલીસ વડા રવી તેજા વાસમ શેટી દ્વારા આ ગેંગના આરોપીઓ દ્વારા ભુતકાળમાં કોઇને હેરાનગતિ કરવામાં આવેલ હોઇ, આરોપીઓ વિરૂધ્ધ પોતાની હકિકત નોંધાવવા માંગતા આવે તો પોલીસ સમક્ષ આવવા જાણ કરવામાં આવેલ છે. તેમજ માહિતી આપનાર ખાનગીમાં પણ તપાસ ટીમના ઉપરોકત પોલીસ અધિકારીઓનો સંપર્ક કરી, વિગતો આપી શકે છે અને વિગતો આપનાર કે માહિતી આપનાર ભોગ બનનારાના નામ ગુપ્ત રાખવામાં આવશે, તેવું પોલીસની એક યાદીમાં જણાવવામાં આવેલ છે.

(1:16 pm IST)