Gujarati News

Gujarati News

News of Friday, 15th October 2021

જામનગરનાં ગોદાવરી ગામે પાન–મસાલાના ખાતાના ૧૦ હજારની ઉઘારાણી કરતા જાનથી મારી નાખવાની ધમકી

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર, તા.૧૫: લાલપુર પોલીસ સ્ટેશનમાં રમેશ પુંજાભાઈ વાઘ, ઉ.વ.૩૬, રે. ગોદાવરી ગામ વાળા એ ફરીયાદ નોંધાવી છે કે, તા.૧ર–૧૦–ર૧ ના ગોદાવરી ગામે આ કામના આરોપી ભાવેશ દેવાયત કનારા ની પાન–મસાલાની દુકાન હોય ત્યાં ફરીયાદી રમેશ ઉઘારમાં પાન–મસાલા લેતા હોય અને ફરીયાદી રમેશનું બે માસનું ખાતુ આશરે દશ હજાર રૂપિયા થયેલ હોય જે બાબતે આરોપી ભાવેશ દેવાયત કનારા એ ફરીયાદી રમેશ પાસે ખાતાની બાકી રહેતા રૂપિયાની ઉઘરાણી કરતા ફરીયાદી રમેશ પાસે રૂપિયાની સગવડ ન હોય જેથી રૂપિયા આપી ન શકતા આરોપીઓ ભાવેશ દેવાયત કનારા, રઘાભાઈ દેવાયતભાઈ કનારા, નિલેશ અરશીભાઈ કનારા, રાજુભાઈ મંડાભાઈ કનારા, ગોવિંદ મંડાભાઈ કનારા, રાજુ રણમલભાઈ બૈડીયાવદરા તથા વિજયભાઈ મંડાભાઈ બૈડીયાવદરા, નયન કરશનભાઈ ગાગીયા, રે. ગોદાવરી ગામ વાળા ગેરકાયદેસર મંડળી રચી ફરીયાદી રમેશની માલિકીની વાડીએ ગુન્હાહીત અપ્રવેશ કરી ફરીયાદી રમેશ તથા સાહેદને ભુંડા ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી જ્ઞાતી પ્રત્યે અપમાનીત શબ્દો બોલી જિલ્લા કલેકટરના જાહેરનામાનો ભંગ કરી ગુનો કરેલ છે.

જુની અદાવતનો ખાર રાખી માર માર્યો

મેઘપર(પડાણા) પોલીસ સ્ટેશનમાં બાબુભા પથુભા જાડેજા, ઉ.વ.પર, રે. કાનાછીકાર ગામ વાળા એ ફરીયાદ નોંધાવી છે કે, તા.૧૩–૧૦–ર૧ ના ડેરાછિકારી પંચાયત પાછળ, ફરીયાદી બાબુભા ના દિકરા અગાઉ જી.આર.ડી.માં ફરજ બજાવતા હોય ત્યરે આરોપીઓ નારણ છગન રાઠોડ, નરેશ છગન રાઠોડ, ભાવેશ છગન રાઠોડ એ ભંગાર ચોરી કરવા જવા બાબતે રોકેલ હોય જેનો ખાર રાખી આરોપીઓએ ફરીાદી બાબુભા ના દિકરા અજયસિંહ ને ડેરાછીકારી પંચાયત પાછળ આવેલ ગરબીથી બહાર બોલાવી ગાળો કાઢી મુઢમાર મારી લોખંડનો પાઈપ માથાના પાછળ તથા ધોકા વાસાંમા મારી જાનથી મારી નાખવાની ધમકી આપી એકબીજાને મદદગારી કરી જિલ્લા કલેકટરના હથીયારબંધી જાહેરનામા નો ભંગ કરી ગુનો કરેલ છે.

દારૂની બે બોટલ સાથે ઝડપાયો

અહીં સીટી સી ડિવીઝન પોલીસ સ્ટેશનમાં કોન્સ. મહેશભાઈ કુંવરજીભાઈ રોજાસરા એ ફરીયાદ નોંધાવી છે કે, તા.૧૪–૧૦–ર૧ ના ગોકુલનગર રડાર રોડ, મોમાઈ પ્રોવિઝન સ્ટોર સામે જામનગરમાં આ કામના આરોપી ચંદુભા અમરસંગ ચૌહાણ, રે. જામનગરવાળો ગેરકાયદેસર પાસ પરમીટ વગર પોતાના કબ્જામાં ભારતીય બનાવટની ઈંગ્લીશ પીવાનો દારૂની કંપની શીલબંધ બોટલ નંગ–ર, િંકંમત રૂ.૧૦૦૦/– ની સાથે ઝડપાઈ ગયેલ છે.

પીપર ગામે જુગાર રમતા સાત ઝડપાયા

લાલપુર પોલીસ સ્ટેશનમાં એલ.સી.બી.ના હેડ કોન્સ. વનરાજ માડણભાઈ મકવાણા એ ફરીયાદ નોંધાવી છે કે, તા.૧૪–૧૦–ર૧ ના નવી પીપરગામની સીમમાં આ કામના આરોપી બાબુભાઈ ધાનાભાઈ ગોજીયા, ભરતભાઈ મગનભાઈ રાબડીયા, આરીફ ગફારભાઈ શેખ, ખોડીદાસ બાબુલાલ ગોહીલ, નવનીતભાઈ વૃજલાલ મહેતા , જીવાભાઈ કારાભાઈ ગોજીયા, અરજણભાઈ કારાભાઈ ગોજીયા, રે. પીપરગામ વાળા ગંજીપતાના પાના વડે તીનપતી રોનપોલીસ નામનો જુગાર રમી રમાડી પૈસાની હારજીત કરી રેઈડ દરમ્યાન રોકડા રૂ.૧૩પ૯૦૦/– તથા વાહન નંગ–ર, કિંમત રૂ.૬૦,૦૦૦/– તથા મોબાઈલ ફોન નંગ–૭ કિમંત રૂ.ર૬૦૦૦ મળી કુલ રૂ.ર,ર૧,૯૦૦/– ના મુદામાલ સાથે ઝડપાઈ ગયેલ છે.

(1:14 pm IST)