Gujarati News

Gujarati News

News of Friday, 15th October 2021

વિસાવદરમાં ગુજસીટોકના ગુન્હામાં ઝડપાયેલ શખ્સો ૧૧ દિવસના રિમાન્ડ ઉપર

(વિનુ જોષી દ્વારા) જુનાગઢ, તા.૧૫: વિસાવદર ટાઉનના કનૈયા ચોક ખાતે આવેલ ગાંઠિયાની લારીઓ વાળાને હેરાન કરવા બાબત થયેલ માથાકૂટ બાબતે ગુજસીટોકના ગુન્હામાં ધરપકડ કરવામાં આવેલ  ર્ંઆરોપીઓ (૧) નાસીર રહીમભાઈ મહેતર દ્યાંચી રહે. મકરાણી પરા, કોર્ટની પાછળ, વિસાવદર જી. જૂનાગઢ, (૨) ઈમ્તિયાઝ ઉર્ફ પોપટ જાવીદભાઈ બ્લોચ મકરાણી રહે. હનુમાન પરા શેરી ન. ૦૧, વિસાવદર જી. જૂનાગઢ, (૩) અમિત ઉર્ફે ભૂરો યુનુસભાઈ સમાં ગામેતી રહે. ખોડિયાર પરા, વિસાવદર જી. જૂનાગઢ, (૪) કૌશિક ઉર્ફે કપિલ દુલાભાઈ ઉર્ફે દુર્લભભાઈ દાફડા અનુજાતી રહે. દલિતવાસ, જુના બસ સ્ટેન્ડ પાસે, વિસાવદર જી.જૂનાગઢ તથા (૫) અકિલ ઉર્ફે ટોની ફિરોઝભાઈ સીડા ગામેતી રહે. ખ્વાજા નગર, ખામ ધ્રોલ રોડ, જૂનાગર્ઢં ને રાજકોટની સ્પેશિયલ કોર્ટ દ્વારા અગિયાર (૧૧) દિવસના પોલીસ રિમાન્ડ ઉપર સોંપવાનો હુકમ કરવામાં આવેલ છે....

ંઆ ગુજસીટોક કાયદા હેઠળ નોંધાયેલ ફરિયાદની તપાસનો ધમધમાટ જૂનાગઢ પોલીસ દ્વારા હાથ ધરી, જૂનાગઢ જિલ્લા ર્ંપોલીસ વડા શ્રી રવી તેજા વાસમ શેર્ટ્ટીં દ્વારા આપવામાં આવેલ સૂચના અને માર્ગદર્શન હેઠળ જૂનાગઢ ડિવિઝન ના ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજા દ્વારા આ ગુન્હામાં ધરપકડ કરવામાં આવેલ પાંચેય આરોપીઓને ભૂતકાળમાં ફરિયાદમાં દર્શાવેલ ગુન્હાઓ સિવાય જૂનાગઢ જિલ્લા કે અન્ય બીજા કોઈ જિલ્લામાં કોઈ ગુન્હામાં પકડાયેલ છે કે કેમ..? ભૂતકાળમાં કોઈ ગુન્હાઓ આચારેલા હોય અને ફરિયાદ ના થઇ હોય તેવા કોઈ ગુન્હાઓ કરેલા છે કે કેમ...? ગેંગ દ્વારા ગુન્હાઓ આચારીને કોઈ મિલકત વસાવવામાં આવેલ છે કે કેમ..? બતાવેલા મોબાઈલ નંબર સિવાય બીજા કોઈ નંબરો વાપરવામાં આવેલ છે કે કેમ..? મોબાઈલ નંબરો કોના કોના નામે વાપરેલ છે...? આ ગેંગ કઈ રીતે અસ્તિત્વમાં આવી અને આરોપીઓ કયારે કઈ રીતે એકબીજાના સંપર્કમાં આવ્યા..? પકડાયેલ સંગઠિત ગુન્હાઓ આચરતી ગેંગને પરદા પાછળ કોઈ વ્યકિતઓ દ્વારા આર્થિક મદદ કે રાજકીય મદદ પુરી પાડવામાં આવે છે કે કેમ...? વિગેરે મુદ્દાઓ બાબતે દિન ૧૫ ના પોલીસ રિમાન્ડની માંગણી કરવામાં આવેલ હતી. ગુજસીટોક કાયદા મુજબના આ ગુન્હાના સ્પેશિયલ સરકારી વકીલ તુષારભાઈ ગોકણી દ્વારા દલીલો કરવામાં આવતા, રાજકોટ ખાતેની સ્પેશિયલ કોર્ટના જજ શ્રી યુ.ટી.દેસાઈ સાહેબ દ્વારા ર્ંતમામ પાંચેય આરોપીઓના અગિયાર (૧૧) દિવસના પોલીસ કસ્ટડી રિમાન્ડ મંજુર્રં કરવામાં આવેલ છે. પકડાયેલ પાંચેય આરોપીઓની જૂનાગઢ ડિવિઝન ના ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજા, વિસાવદર પીઆઇ એન.આર.પટેલ, પીએસઆઇ એ.બી.દત્ત્।ા, એ.એસ.આઈ. સંજયદાન ગઢવી, શૈલેષભાઇ, અવિનાશભાઈ, કમાન્ડો વનરાજસિંહ, ડ્રાઇવર દલભાઈ, સહિતની સ્પેશિયલ ટીમ દ્વારા વધુ પૂછપરછ હાથ ધરી, તપાસ હાથ ધરવામાં આવેલ છે.

ંઆ ગેગના તમામ આરોપીઓની ગુજસિકોટના ગુન્હામાં ધરપકડ કરી, આઠ (૮) દિવસના પોલીસ કસ્ટડી રિમાન્ડ ઉપર મેળવવામાં આવેલ છે, ત્યારે આ ગેંગનો ભોગ દ્યણા લોકો બન્યા છે, પરંતુ જાહેરમાં ફરિયાદ કે નિવેદન લખાવાવા આવતા નથી, ત્યારે જૂનાગઢ જિલ્લા ર્ંપોલીસ વડા શ્રી રવી તેજા વાસમ શેર્ટ્ટીં દ્વારા આ ર્ંગેંગના આરોપીઓ દ્વારા ભૂતકાળમાં કોઈને હેરાનગતિ કરવામાં આવેલ હોઈ, આરોપીઓ વિરુદ્ઘ પોતાની હકીકત નોંધાવવા માંગતા હોય તો, પોલીસ સમક્ષ આવવા જાર્ણં કરવામાં આવેલ છે તેમજ માહિતી આપનાર ખાનગીમાં પણ તપાસ ટીમના ઉપરોકત પોલીસ અધિકારીઓનો સંપર્ક કરી, વિગતો આપી શકે છે અને ર્ંવિગતો આપનાર કે માહિતી આપનાર ભોગ બનાનારના નામ ગુપ્ત રાખવામાં આવશે,ર્ં તેવું પોલીસની એક યાદીમાં જણાવવામાં આવેલ છે.

(1:13 pm IST)