Gujarati News

Gujarati News

News of Friday, 15th October 2021

NSS યુનિટ દ્વારા જુનાગઢ જંગલમાં પ્લાસ્ટિક કચરા સ્વચ્છતા અભિયાન

 જુનાગઢ : એન.એસ.એસ. યુનિટ, સરકારી આયુર્વેદ મહાવિદ્યાલય, જુનાગઢ દ્વારા આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત ૧ ઓકટોબર થી લઈ ૩૧ ઓકટોબર સુધીના સૂચિત વિવિધ કાર્યક્રમો અંતર્ગત આજરોજ 'પ્લાસ્ટિક કચરા સ્વચ્છતા અભિયાન'માટે મહાવિદ્યાલય સર્વે વિદ્યાર્થીઓ અને અધિકારીઓએ શ્રમયજ્ઞ કર્યો. ભવનાથ મંદિર પાસે મહાનગર પાલિકા, જુનાગઢના ડેપ્યુટી કમિશ્નર લિખિયા, પદાધિકારીઓ, RFO ભાલીયા, આયુર્વેદ કોલેજના આચાર્ય જારસાણીયા  દ્વારા આયુર્વેદ કોલેજના ૧૭ પ્રપ્રાધ્યાપકો(લાયઝનીંગ ઓફિસર્સ) અને ૨૫૦ વિદ્યાર્થીઓની કુલ ૦૪ ટીમોને ગિરનાર જંગલ વિસ્તારમાં  પ્લાસ્ટિક નિકાલ માટે પ્રસ્થાન કરાવ્યુ હતુ.જેમાં પ્રથમવર્ષના વિદ્યાર્થીઓ  અને અધિકારીઓ દ્વારા જટાશંકર જંગલ વિસ્તારમાં ૧૫૦ કિલો, દ્વિતીય વર્ષ વિદ્યાર્થીઓ અને અધિકારીઓ દ્વારા બોરદેવી જંગલ વિસ્તારમાં ૨૦૦ કિલો, તૃતીય વર્ષ વિદ્યાર્થીઓ અને અધિકારીઓ દ્વારા ગિરનાર પર્વત પર ૩૦ કિલો, ચતુર્થ વર્ષના વિદ્યાર્થીઓ અને અધિકારીઓ દ્વારા ઈન્દ્રેશ્વર-આતમેશ્વર જંગલ વિસ્તારમાં ૫૦ કિલો પ્લાસ્ટિક કચરાનો નિકાલ કર્યો હતો. ગિરનાર પર્વત પરની ટીમ દ્વારા યાત્રિકો અને પર્વત પર ના ધંધાર્થીઓમાં સ્વચ્છતા વધે તે માટે સર્વે અભિયાન પણ ચલાવ્યું હતું.

(12:40 pm IST)