Gujarati News

Gujarati News

News of Friday, 15th October 2021

જેતપુરના ડેડરવા ગામે શેઢાની તકરારમાં માતા-પુત્ર ઉપર લાકડી-ફરસીથી હુમલો

ખીરસરા ગામે શેઢે પત્થર રાખવા બાબતે દંપતિ ઉપર લાકડાથી હુમલો

(કેતન ઓઝા દ્વારા) જેતપુર, તા. ૧પઃ  તાલુકાના ડેડરવા ગામે રહેતા જયેશભાઇ દેવશીભાઇ ભોંકીયા તેના માતા-પિતા સાથે વાડીએ કામ કરતા હતા ત્યારે તેના કૌટુંબીક જીતુ ભનુભાઇ ભોંકીયા જેની વાડી પાસે જ હોય તેઓ વાડીના સેઢે દબાણ કરતા હોય તે બાબતે બોલાચાલી થતા તેમણે જયેશભાઇની માતા શારદાબેનને ગાળો આપી માથામાં લાકડી મારી દેતા લોહી નીકળવા લાગેલ જે જોઇ જયેશભાઇ તેમજ તેના પિતા ત્યાં જતા તેમને પણ ગાળો આપી ફરસી વડે હુમલો કરતા જયેશભાઇને માથામાં તેમજ પગમાં લાગી જતા લોહી લુહાણ થઇ ગયેલ દરમિયાન જીતુએ ધમકી આપેલ કે સેઢા બાબતે કંઇ બોલીશ તો મારી નાખીશ અને જતો રહેલ આ મારામારી દરમિયાન જયેશભાઇનું રૂા. પ૦૦૦ રાખેલ પાકીટ પણ કયાંક પડી ગયેલ. માતા-પુત્રને સારવાર માટે હોસ્પિટલે ખસેડાતા તાલુકા પોલીસે જયેશભાઇની ફરીયાદ પરથી જીતુ ભોંકીયા ઉપર આઇપીસી ૩ર૩, ૩ર૪, પ૦૪, પ૦૬(ર) મુજબ ગુન્હો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે.

તાલુકાના ખીરસરા ગામે રહેતા અનીલભાઇ વલ્લભભાઇ અમૃતીયા અને તેના પત્નિ કંચનબેન વાડી એે હતા ત્યારે રસ્તામાં પડેલ જયેશ તેના સેઢા ઉપર મુકતા હતા ત્યારે તેના સેઢા પાડોસી નરોતમ તેમજ તેના પિતા બાબુ માવજીભાઇ કથીરીયાએ આવી તે બાબતે બોલાચાલી કરી કંચનબેનને માથામાં લાકડુ મારી દીધેલ અનીલભાઇ ત્યાં આવતા તેમને ગાળો આપી માથામાં લાકડુ ઝીંકી હોય લોહી નીકળવા લાગેલ તેથી સારવાર માટે જેતપુર સરકારી હોસ્પિટલે ખસેડાતા તાલુકા પોલીસે અનીલભાઇની ફરીયાદ પરથી નરોતમ તેમજ તેના પિતા બાબુ માવજીભાઇ કથીરીયા વિરૂદ્ધ આઇપીસી ૩ર૩, ૩ર૪, પ૦૪ મુજબ ગુન્હો નોંધેલ છે.

(12:37 pm IST)