Gujarati News

Gujarati News

News of Friday, 15th October 2021

મોરબી જીલ્લાના ઉદ્યોગો ઓકિસજન પર આવી ગયા

મોરબી જીલ્લાના ઉધોગોને ઉગારી લેવા મુખ્યમંત્રીને ઇન્ટરનેશનલ હ્યુમન રાઇટ્સ અસો.ની રજુઆત

 મોરબીઃ તા .૧૫, મોરબી ના સિરામિક ઉદ્યોગ ની વાત કરીએ તો આ ઉધોગ ભયકર મંદીનો સામનો કરી રહ્યો છે હાલ માં ૭૦ ટકા થી ૮૦ ટકા ફેકટરીઓ બંધ હાલત માં છે.  આ ઉદ્યોગ ને એકસપોર્ટ નો જે સહારો હતો તે ટ્રાન્સપોર્ટના ભાડા વધારા અને કન્ટેનરના ભાડા વધારાના કારણે આંતરરાષ્ટ્રીય લેવલે હરીફાઈમાં ઉભા નહિ રહી શકવા ના કારણે હાલમાં ખુબજ જુજ પ્રમાણમાં એકસપોર્ટ થાય છે. જે પહેલા ૪૦ ટકા કરતા પણ વધારે હતું. ઉપર થી ગુજરાત  ગેસ કંપની દ્વારા નેચરન ગેસના ભાવમાં કમરતોળ  વધારો કરવાના કારણે હવે તો બિલકુલ એકસપોર્ટ  થઇ શકશે નહિ તેવું ઉદ્યોગકારો કહી રહ્યા છે. બીજો ભાવ વધારો કોલસાના ભાવમાં આવેલ છે. અને કોલસો તો પૂરતા પૈસાનો ભાવ આપવા છતાં જોઈએ એટલો મળતો  નથી જેના કારણે પણ આ ઉદ્યોગ મુશ્કેલીનો સામનો કરી રહ્યો છે.  તેવું જ પેપર ઉદ્યોગ નું છે. તે પણ કોલસા ના ભાવ વધારા અને શોર્ટેજના કારણે મુશ્કેલી ભોગવી રહ્યો છે.

જો આવું જ ચાલશે તો મોરબી જીલ્લાના અગત્યના મુખ્ય ઉદ્યોગોને ખુબજ મોટું નુકશાન થશે. અને આ ઉદ્યોગો ભાંગી પડશે. સરકાર દ્વારા આ ઉદ્યોગો ને બચાવવા નીચે મુજબની જોગવાઈ ઓ કરીને આ ઉદ્યોગોને ભાંગતા બચાવવા  વિનતી છે.

(૧) સિરામિકમાં વપરાતા નેચરલ  ગેસનો ભાવ વધારો પાછો ખેચવામાં આવે, તેમજ ગેસ ઉપર જે GST લાગે છે તેટલો GTS આ ઉદ્યોગ કરોને ભરવામાંથી માફી આપવામાં આવે. જે હાલમાં આ GST ની માફી આપવામાં આવતી નથી તે હવે થી આપવામાં આવે.

(૨) જે સિરામિક યુનિટો એકસપોર્ટ કરે છે તેવા  યુનિટ જે જેટલો માલ એકસપોર્ટ કરે તેટલા માલના બીલમાં લગતા બધા જ ટેક્ષ માફ કરવામાં આવે જેથી આંતરરાષ્ટ્રીય બજારમાં ભારતનો માલ ચાઈના તેમજ અન્ય દેશના માલની સામે ભાવની પેરીટીએ ટકી શકે અને  એકસપોર્ટમાં વધારો થાય.  દેશ ને વિદેશી હુંડીયામણ પણ મળે. 

(૩)મોરબીના ઉદ્યોગોને જુના ભાવે કોલસો આપવામાં આવે અને પુરતો જથ્થો સરળતાથી  ઉપલબ્ધ થાય તેવી વ્યવસ્થા કરવામાં આવે. 

 જો આવું કરવામાં  નહિ આવે તો આ ઉદ્યોગો બંધ થશે અને લાખો કોલો અને મજુરો ધંધા રોજગાર  વગરના થશે જેની અસર લોકોની સુખાકારી પર  થશે સમાજ  તેમજ મોરબીમાં ખુનાખરાંબી, લુંટફાટ, ચોરીઓ વગેરે જેવા ગુનાઓમાં વધારો થશે.  આ બાબતે સકારાત્મક રીતે વિચારીને  યોગ્ય નિર્ણય લઈને આ ઉદ્યોગોને જીવતદાન  આપવા માંગણી કરી છે.

(11:26 am IST)