Gujarati News

Gujarati News

News of Friday, 15th October 2021

સુરત ગરબા પ્રકરણમાં વિદ્યાર્થી આંદોલન સફળઃ સંડોવાયેલા પી.આઇ. અને પી.એસ.આઇની બદલી : દોશી કોન્સ્ટેબલો સસ્પેન્ડ

(મુકુંદ બદીયાણી દ્વારા) જામનગરઃ તા.૧૫, ગત તારીખ ૧૧ ઓકટોબરએ સુરતની વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં ગરબા રમી રહેલા નિંર્દોષ વિદ્યાર્થીઓ પર લાઠી ચાર્જ , ગંદી ગાળો વગેરે બોલવામાં આવી હતી. ઉમરા પોલીસે કોઈપણ પ્રકારની વાતચિંત વગર સિંઘમ સ્ટાઇલમાં ઘુસી દાદાગીરી કરેલ હતી.

 અત્રે ઉલ્લેખનીય છે કે , આ બનાવ બન્યા બાદ અભાવિપ ગુજરાત દ્વારા પ્રદેશના બધા જ જિલ્લા કલેકટરશ્રીઓને વિરોધ નોંધાવતા અને દોશીઓને સજાની માંગ સાથે આવેદન પત્ર સોંપવામાં આવેલ, તા. ૧૩ ઓકટોબરના રોજ પ્રદેશની તમામ વિંશ્વવિધાલયોએ ર૨ કલાક માટે શૈક્ષણિક અને વહીવટી કામનો વિદ્યાર્થીઓના સમર્થન માં ત્યાગ કરેલ હતો. સુરતમાં પણ પરિષદના કાર્યકર્તાઓ દ્વારા કોલેજોમાં ર કલાક બંધ પડાવ્યું હતું.

 આખાય પ્રકરણમાં પી.આઇ. કિરણ મોદી, પી.એસ.આઇ. પરમારની બદલી કરવામાં આવી છે જયારે ૨ કોન્સ્ટેબલોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. અભાવિપ ગુજરાત પ્રદેશ મંત્રી હિમાલયસિંહ ઝાલા વધુમાં જણાવે છે કે, 'વિદ્યાર્થી આંદોલનને સફળતા મળી છે. દશેરાની પૂર્વ સંધ્યાએ અન્યાયની સામે ન્યાયને જીત મળી છે. અમે ગુજરાત પોલીસને સકારાત્મક ચેહરા સાથે જોવા માંગીયે છીએ. વિદ્યાર્થી આંદોલનને સાથ અને સહકાર આપવા ભદલ, મીડિયા કર્મીઓ, સમાજના લોકો અને સંપૂર્ણ શિક્ષણ જગતનો વિદ્યાર્થી પરિષદ આભાર માને છે.'

(11:24 am IST)