Gujarati News

Gujarati News

News of Friday, 15th October 2021

ટંકારા તાલુકાના વિરપર ગામે અંબિકા યુવક મંડળ દ્વારા નવરાત્રી મહોત્‍સવની ઉજવણી

(હર્ષદરાય કંસારા દ્વારા) ટંકારા,તા. ૧૫: ટંકારા તાલુકા માં ઠેર-ઠેર આસ્‍થા સાથે નવરાત્રિ પર્વની ઉજવણી કરવામા આવી રહી છે. કોરોના મહામારી બાદ નવરાત્રી પર્વના તહેવારની સરકારે શહેરી ગરબા માટે છુટ આપતા લોકોમાં આનંદ જોવા મળ્‍યો હતો. અને દર વર્ષ પાર્ટી પ્‍લોટમાં નવરાત્રી મહોત્‍સવની રમઝટ શહેરી ગરબામાં જોવા મળી હતી.
ત્‍યારે ટંકારા તાલુકાના વિરપર ગામે રામજીમંદિર ચોક વર્ષ દરમ્‍યાન દરેક ધાર્મિક ઉત્‍સવો હળીમળીને ઉજવવામાં આવે છે. ત્‍યારે ચાલુ વર્ષે પણ નવરાત્રિનું ભવ્‍ય આયોજન કરવામાં આવ્‍યુ છે. જેમાં શરૂઆતમાં ભાઇઓ તથા બાદમાં મહિલાઓ દ્વારા રાસ ગરબાની રમઝટ જમાવે છે. મા જગદંબાના આરાધના પર્વને ઉજવવા ગામ વાસીઓમા અનેરો ઉત્‍સાહ જોવા મળી રહ્યો છે અંબિકા યુવક મંડળ ના તમામ આયોજકો દ્વારા તન મન અને ધનથી સેવા આપી જગદંબા ને પ્રસન્ન કરવા માટે પોતાનાથી બનતી સેવા આપી રહ્યા છે. આ વર્ષ નવલા નોરતામાં આદ્યશકિતની આરાધના સાદાઇ છે બાળાઓ તથા મહિલાઓ તથા ભાઇ અને બાળકોમા ભારે ઉત્‍સાહપૂર્વક ગરબે રમે છે. આઠમના દિવસે વિરપરની બાળાઓએ ચારણી પોશાકમાં ચાચર ચોકમા પરિક્રમણા કરી અને દરેક લોકોને મંત્રમુગ્‍ધ કરીને ભાવવિભોર કરી દીધા હતા. નવરાત્રિ મહોત્‍સવમાં ઉપસ્‍થિત ગ્રામજનોએ બાળાઓનુ ફુલહારથી ઉષ્‍માભેર સ્‍વાગત કર્યું હતું.

 

(10:57 am IST)