Gujarati News

Gujarati News

News of Friday, 15th October 2021

જૂનાગઢમાં મહેન્‍દ્રભાઇ મશરૂ સંચાલિત શ્રી જલારામ મંદિર ટ્રસ્‍ટ નિર્મિત શ્રી બચુભાઇ રાજા-નગર શેઠની હવેલી-દેવ મંદિરમાં નવરાત્રીના અંતિમ દિવસે બહેના અને બાળાઓએ મનભરીને રાસની રમઝટ બોલાવી

જુનાગઢઃ મા આદ્યાશક્‍તિ ની આરાધનાના નવમા દિવસે નવમા નોરતે તા. ૧૪-૧૦-૨૦૨૧ના પવિત્ર ‘નવમાનોરતા'ના પવિત્ર દિવસે મહેન્‍દ્રભાઈ મશરૂ સંચાલિત શ્રી જલારામ મંદિર ટ્રસ્‍ટᅠ નિર્મિત શ્રી બચુભાઈ રાજા- નગર શેઠની હવેલી- દેવ મંદિર ખાતે મા જગદંબાની આરાધના કરતા સર્વ જ્ઞાતીય ધર્મ પ્રેમી બહેનો એ સાજે ૫:૦૦ થી ૦૭:૦૦ દરમ્‍યાન નિઃશુલ્‍ક ‘બેઠા ગરબા' મા ખૂબ મોટી સંખ્‍યામાંએ લાભ લીધેલ. તેમજ બેઠા ગરબા પછી નાની નાની બાળાઓ તેમજ બહેનોએ રાસ રમીને સમગ્ર વાતાવરણ ધર્મમય બનાવેલ. રાસ રમતી નાની નાની દરેક બાળાઓને લાણી સ્‍વરૂપે ઈનામ તથા દરેકને નાસ્‍તો આપવામાં આવેલ.

 

(10:54 am IST)