Gujarati News

Gujarati News

News of Friday, 15th October 2021

રેલ્વેના પ્રશ્નો અંગે બોર્ડ મેમ્બર વાંકાનેરના સુરેશભાઇ પ્રજાપતીની જનરલ બેઠકમાં રજુઆત

વાંકાનેરને અને સૌરાષ્ટ્રને ર્સ્પશતા રેલ્વેના પ્રશ્નો અંગે રજુઆત

(નિલેશ ચંદારાણા દ્વારા) વાંકાનેર, તા.૧૫: ભા.જ.પ.ના વરિષ્ઠ અગ્રણી અને ઉદ્યોગપતી તેમજ વેર્સ્ટન રેલ્વેના સલાહકાર કમીટીના બોર્ડ મેમ્બર સુરેશભાઇ પ્રજાપતીએ તાજેતરમાં મળેલ રેલ્વેની જનરલ બેઠકમાં વાંકાનેર અને સૌરાષ્ટ્ર-ગુજરાતના રેલ્વેના મુસાફરોને રેલ્વે તંત્ર દ્વારા વધુ ફાયદા આપી શકાય અને મુસાફરોને ર્સ્પતા વિવિધ પ્રશ્નો અંગે અધીકારીઓ સમક્ષ રજુઆત કરી હતી.

વેસ્ટન રેલ્વેની બોર્ડ મેમ્બરની મીટીંગમાં સુરેશભાઇ પ્રજાપતીએ વાંકાનેરને લગતા પ્રશ્નો અંગે જણાવેલ કે વાંકાનેર રેલ્વે સ્ટેશનને વર્ષોથી જંકશન તરીકેની માન્યતા આપવામાં આવી છે. મોરબી જીલ્લાનું મોટુ રેલ્વે સ્ટેશન છે. અગાઉ મોરબી કે ભુજ-કચ્છ તરફ રેલ્વેમાં મુસાફરી માટે કે માલવાહક ટ્રેનોને વાંકાનેરથી બદલવામાં આવતી વર્તમાન સમયમાં પણ ઉદ્યોગ નગરી મોરબી વિશ્વ સ્તરે જોડાયેલી છે. તેથી લાંબા અંતરની ટ્રેનોને વાંકાનેર સ્ટોપ આપવા માંગણી સાથે વિગતવાર પ્રશ્ન રજુ કરતા તેઓએ જણાવેલ કે વિશ્વના ઘણા દેશોમાં મોરબી જુદા જુદા ઉદ્યોગ ઉત્પાદકોના વેપારથી જોડાયેલ જીલ્લો છે.

તેથી લાંબા અંતરની ટ્રેનોમાં વેપારીઓ મોરબી જવા-આવવા મુસાફરી કરતા હોય છે. વાંકાનેર રેલ્વે સ્ટેશનેથી તમામ ટ્રેનો પસાર થાય છે. જેમાં ઘણી ટ્રેનોના સ્ટોપ નહી હોવાથી મોરબી જવા માટે ટ્રેનમાં મુસાફરી કરતા ઘણા વેપારીઓને ફરજીયાત રાજકોટ કે સુરેન્દ્રનગર ઉતરવુ પડે છે જેને કારણે મુસાફરોને સમય અને આર્થિક ખર્ચ વધુ વેઠવુ પડે છે. માટે વાંકાનેર રેલ્વે સ્ટેશન પરથી પસાર થતી તમામ ટ્રેનને સ્ટોપ આપવા વિનંતી કરી હતી. આ ઉપરાંત વાંકાનેરના નગરજનોને ટ્રેનમાં જવા માટે શહેર વચ્ચેના બે રેલ્વે ફાટક નડતરરૃપ હોય આ ફાટકને પ્રજાજનોનો સમય વેડફાતો હોય ત્યાં અંડરબ્રીજ કે ઓવરબ્રીજ જરૃર હોવાનું તથા રેલ્વે સ્ટેશનની ટીકીટ બારી અને સ્ટેશન માસ્તરની ઓફીસ વિગેરેનું વિશીપરા સાઇડમાં કયા જવા ડ્રેમો માટે રાખેલ જુનવાણી એન્જીન હાલ તો આ એન્જીનનું પણ સ્થળાંતર થઇ ગયુ છે. આ જગ્યા ઉપર ટીકીટબારી કરવામાં આવે તો મુસાફરોને એક ફાટક ક્રોસ કરવામાંથી રાહત મળે અને રેલ્વેમાં સમયસર બેસી શકે.

આ ઉપરાંત રાજકોટ-મોરબી ડેમુ ટ્રેન શરૃ કરી તેની ફ્રીકવંશી વધારવા હાલ-વાંકાનેર-મોરબી વચ્ચે દોડે છે તે ડેમુટ્રેન માટે રજુઆત કરેલ તેમજ વર્તમાન સમયમાં પ્લેટફોર્મનો જે ભાવ વધારો કરવામાં આવેલ તેની બદલે અગાઉ મુજબ પ્લેટફોર્મ ટીકીટનો ભાવ પણ રૃપીયા પાંચ જ રાખવા જણાવેલ.

સુરેન્દ્રનગર-ભરૃચ રેલ્વે લાઇનની દરખાસ્ત વર્ષ-૨૦૦૨માં થઇ ગઇ છે અને આ અંગેનો નકશા સાથેનો પ્લાન પણ રજુ કરી જણાવેલ કે આ રેલ્વે લાઇનનું ઓછા ખર્ચ નિર્માણ થઇ શકે તેમ છે તો આ સુરેન્દ્રનગર-ભરૃચ રેલ્વેલાઇનનું કાર્ય ઝડપી હાથ ધરાય તો મુસાફરોને સમય અને ખર્ચમાં પણ રાહત મળે તેમ હોવાનું સુરેશભાઇ પ્રજાપતિએ પાનાની રજુઆતમાં વર્ણવી હતી.

(10:46 am IST)