Gujarati News

Gujarati News

News of Thursday, 15th October 2020

'ટેકાના ભાવનો અધિકાર બચાવો' ની માંગણીઃ કિશાનસભાના ધરણાઃ ઉપલેટા મામલતદારને આવેદન

(જગદીશ રાઠોડ દ્વારા) ઉપલેટા તા. ૧૪ :.. ખેતી અને ખેડૂત વિરોધી ત્રણ કાળા કાયદા સંસદમાં પસાર કરી દીધા છે તેની સામે દેશમાં ખેડુતોનો રોષ ફાટી નિકળ્યો છે ત્રણ કાયદામાનો એક કાયદો એસેન્સીયલ કોમોડીટી એમેન્ડ મેન્ડ બીલ ર૦ર૦ થી ખેતીની બાર જણસીઓમાં અનાજની સાત જાત તેલીબીયાની અને કઠોળની છ જાતો ઉપરાંત ડુંગળી અને બટેટા આવશ્યક ચીઝ વસ્તુમાંથી મુકત થાય છે તેથી સરકારનું આ જણસી ઉપર નિયંત્રણ રહેશે નહી કંપનીઓનું નિયંત્રણ આવી જશે દેશી-વિદેશી કંપનીઓની ખેતીની જણસી ઉપર કબ્જો આવી જશે ખેતીની જણસીનો ભાવ પણ કંપનીઓના હાથમાં રહેશે અખિલ ભારતીય કિશાનસભાએ ભય વ્યકત કર્યો છે કે એમએસસી એટલે કે ટેકાના ભાવ રહેશે નહી ખેતીની જણસી કંપનીઓની બજાર વ્યવસ્થાના હવાલે થઇ જશે.

રપ૦ થી વધુ સંગઠનોની બનેલી અખિલ ભારતીય કિશાન સંઘર્ષ સમિતિએ દિલ્હીમાંથી આહવાન કરેલ છે કે૧૪ ઓકટોમ્બરને ટેકાના ભાવના અધિકાર દિવસ તરીકે મનાવો ખેડૂત સંગઠનો ધરણા દેખાવો રેલી - આવેદનપત્રો આપીને અધિકાર દિવસ મનાવી રહ્યા છે આજ રોજ ગુજરાત કિશાનસભાની રાજકોટ જીલ્લા સમિતિએ ઉપલેટામાં બાપુના બાવલા ચોકમાં સામાજીક અંતર રાખીને ધરણા યોજવામાં આવેલ હતા કોવિડ ૧૯ના નિયમોને આધીન રહીને સમિતિ ખેડૂતોની હાજરીમાં યોજાયેલ ધરણામાં ખેડૂતોએ ટેકાના ભાવનો અધિકાર આપવા માગણી ઉઠાવી હતી અને વડાપ્રધાનને સંબોધીને આવેદનપત્ર ઉપલેટા મામલતદાર આપેલ હતું આ તકે ગુજરાત કિશાનસભાના પ્રમુખ ડાયાભાઇ ગજેરા, દિનેશભાઇ કંટારીયા, લખમણભાઇ પાનેરા, કાળાભાઇ બારૈયા, લખમણભાઇ બાબરીયા, ખીમાભાઇ રબારી સહિતનાઓ હાજર રહ્યા હતાં.

(11:35 am IST)