Gujarati News

Gujarati News

News of Tuesday, 15th September 2020

માણાવદરના ઇન્દ્રા ગામનો ૧ લાખની છેતરપીંડી કરનાર પટેલ ઝડપાયોઃ લોકોને નાણાં ચૂકવવાની તૈયારી બતાવી

(વિનુ જોષી દ્વારા) જૂનાગઢ, તા.૧૫: તાલુકાના ગલિયાવડ ગામે રહેતા ફરિયાદી પ્રવીણભાઈ ગોપાલભાઈ બુટાણીએ આરોપી રોહિતભાઈ બેચરા વિરુદ્ઘ જૂનાગઢ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે પોતાને આરોપીએ પેન્સિલ બનાવવાનું મશીન આપી, જોબવર્ક આપવાની લાલચ આપી, રૂપિયા એક લાખની છેતરપીંડી કર્યા અંગેની ફરિયાદ કરવામાં આવતા, જૂનાગઢ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે છેતરપીંડી વિશ્વાસઘાત અંગે ગુન્હો નોંધી, તપાસ તાલુકા પીએસઆઇ એસ.એન.સગારકા, હે.કો. આર.એન.બાબરીયા સહિતની ટીમ દ્વારા હાથ ધરવામાં આવેલ હતી..

જુનાગઢ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે પેન્સિલના મશીન આપી, જોબ વર્ક થી રૂપિયા કમાવવાની લાલચ આપી, કરવામાં આવેલ છેતરપીંડી ના ગુન્હાના આરોપીએ બીજા શહેરોમાં ગુન્હાઓ આચર્યાની શકયતાઓ આધારે ગુન્હાની ગંભીરતા લઈ, જૂનાગઢ ર્ંજિલ્લાના પોલીસ વડા શ્રી રવિ તેજા વાસમ શેર્ટ્ટીં દ્વારા આ ગુન્હામાં સંડોવાયેલ આરોપીને પકડી પાડી, કાર્યવાહી કરવા સૂચનાઓ કરવામાં આવેલ હતી.

ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ તાલુકા પોલીસ સ્ટેશનના પો.સ.ઇ. એસ.એન.સાગરકા તથા સ્ટાફના હે.કો. આર.એ.બાબરીયા, નાથાભાઇ પો.કો. દેવેનભાઈ, લખમણભાઈ, નરેન્દ્રભાઈ, જૈતાભાઈ, સહિતની ટીમ દ્વારા સદ્યન તપાસ હાથ ધરી, ડીવાયએસપી કચેરીના ટેકિનકલ સેલના હે.કો. કમલેશભાઈ દ્વારા ટેકિનકલ સોર્સ આધારે મળેલ માહિતી આધારે આરોપી રોહિત બેચરા સુરત ખાતે હોઈ, સુરત તપાસ દરમિયાન આ બાબતે સુરત ક્રાઇમ બ્રાન્ચને જાણ કરવામાં આવેલ હોઈ, જેની મદદથી આ ગુન્હામાં સંડોવાયેલ ર્ંઆરોપી રોહિત મનસુખભાઇ બેચરા જાતે પટેલ ઉવ. ૩૭ રહે. ૨૦૫, ધારા કોમ્પ્લેકસ, કુબેર પાર્ક, વેડ રોડ, સુરતને પકડી પાડી, ધરપકર્ડં કરવામાં આવેલ છે.

ંપકડાયેલ આરોપી રોહિત મનસુખભાઇ બેચરા પટેલની પૂછપરછ કરવામાં આવતા, પોતે મૂળ જૂનાગઢ જિલ્લાના માણાવદર તાલુકાના ઇન્દ્રા ગામનો રહેવાસી છે અને પોતાને જે પાર્ટી મશીન સપ્લાય કરતી હતી, તે પાર્ટીએ પોતાની સાથે ત્રણ ચાર મહિના મશીન સપ્લાય કરેલ અને જોબ વર્ક પણ આપેલ હતું. પરંતુ, ચાર મહિના બાદ એ પાર્ટી બધુ છોડીને નીકળી જતા, પોતે ફરિયાદીને મશીન આપવામાં તથા જોબ વર્ક આપવામાં વચ્ચે હોઈ, પોતાની સાથે પણ ૧૫ લાખ જેટલા રૂપિયાનું ચિટિંગ થઈ જતા, પોતાની આર્થિક સ્થિતિ કફોડી થઈ ગયેલ હતી. જેથી ફરિયાદીને પોતે રૂપિયા આપી શકેલ ના હતો. ફરિયાદી સિવાય અન્ય લોકોને પણ પોતે પેન્સિલ મશીન સપ્લાય કર્યાની પણ કબૂલાત આરોપી દ્વારા કરવામાં આવેલ છે. પોતાને આ ધંધામાં ખોટ જતા, પોતે હાલ જમીન મકાનની દલાલી કરતો હોય, તમામ લોકો ને રૂપિયા પરત ચૂકવવા તૈયારી પણ બતાવી હતી.

પકડાયેલ આરોપી રોહિત મનસુખભાઇ પટેલની વધુ પૂછપરછ હાથ ધરી, પોલીસ રીમાન્ડ મેળવવા સહિતની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.

(12:55 pm IST)