Gujarati News

Gujarati News

News of Tuesday, 15th September 2020

દુધ ઉત્પાદન ખર્ચના વધુ ભાવ અને ઓછા પશુપાલન સંકટમાં લીટરમાં રૂપિયા પ ની સબસીડીની માંગ

ઉપલેટા : દુધ ઉત્પાદનમાં પશુપાલકોને પોષણક્ષમ ભાવો મળતા નથી ત્યારે અતિવૃષ્ટિના વરસાદે પશુપાલન વ્યવસાયને મોટુ નુકશાન કર્યું છે. લીલા શુકા ઘાસચારાનો નાશ થયો છે. પશુઓને સારો ખોરાક ન મળવાને કારણે દુધ ઉત્પાદનમાં ઘટાડો થયો છે એવા સમયે દુધ સંઘે ભાવમાં ઘટાડો કર્યો છે તે પડયા ઉપર પાટા સમાન છે. કંટમાં આવેલા પશુપાલન વ્યવસાયને રાહત પેકેજ મળે તે હેતુથી ગુજરાત કિશાન સભાના નેતૃત્વમાં પશુપાલકોએ મુખ્યમંત્રીશ્રીને સંબોધીને ઉપલેટા મામલતદારને આવેદનપત્ર આપેલ હતું. આ આવેદનપત્રમાં જણાવેલ છે કે દૂધ ઉત્પાદન ખર્ચ વધુ હોય તેની સામે ભાવ ઓછા મળે છે ત્યારે સરકારે પ્રોત્સાહીત રીતે લીટર દીઠ રૂપિયા પાંચની સબસીડી આપવી જોઇએ. પશુલપાન વ્યવસાયની આત્મનિર્ભરતા બચાવવા માટે વિદેશી દુધ ઉત્પાદનોની આયાત કરવાનું બંધ કરોની માંગણી સાથેનું આવેદનપત્ર આપવામાં કાર્યક્રમમાં ગુજરાત કિશાન સભાના પ્રમુખ ડાયાલાલ ગજેરા, દિનેશભાઇ કંટારીયા, મેણશીભાઇ ડેર, ગોરધનભાઇ સિંહોરા, દિનેશભાઇ સોજીત્રા, જેશાભાઇ ગોજીયા, પીઠાભાઇ કાંબલીયા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતાં. (તસ્વીર : ભોલુ રાઠોડ-ઉપલેટા)

(11:45 am IST)