Gujarati News

Gujarati News

News of Tuesday, 15th September 2020

મોરબી જીલ્લામાં કોરોનાના નવા ૨૫ કેસ : વધુ ૨૬ દર્દીઓ ડીસ્ચાર્જ

મોરબી,તા.૧૫: મોરબી જીલ્લામાં ગઇ કાલે કોરોનાના વધુ ૨૫ કેસ નોંધાયા છે તો આજે વધુ ૨૬ દર્દીઓ કોરોના સામેનો જંગ જીતી ચુકયા છે.

મોરબી જીલ્લામાં આજે નોંધાયેલા ૨૫ કેસોમાં મોરબી તાલુકાના ૧૬ કેસોમાં ૦૪ ગ્રામ્ય અને ૧૨ શહેરી વિસ્તારમાં, વાંકાનેરના ૦૩ કેસોમાં ૦૨ ગ્રામ્ય અને ૦૧ શહેરી વિસ્તારમાં, હળવદમાં ૦૪ કેસો શહેરી વિસ્તારમાં જયારે ટંકારાના ૦૨ કેસો ગ્રામ્ય પંથકમાં નોંધાયા છે જયારે વધુ ૨૬ દર્દીઓ સ્વસ્થ થયા છે નવા ૨૫ કેસો સાથે કુલ કેસનો આંક ૧૩૨૬ થયો છે જેમાં ૨૫૪ એકટીવ કેસ છે જયારે ૧૦૦૭ દર્દીઓ અત્યાર સુધીમાં સ્વસ્થ થયા છે.

(11:32 am IST)