Gujarati News

Gujarati News

News of Monday, 15th August 2022

વિશ્વ હિંદુ પરિષદ અને બજરંગ દળ દ્વારા અખંડ ભારત સંકલ્પ દિવસ નિમિતે બાઈક રેલી.

વિશ્વ હિંદુ પરિષદ, બજરંગ દળ જીલ્લા અને મોરબી તેમજ હિંદુ સંગઠનના કાર્યકરો તેમજ નગરપાલિકાના પદાધિકારીઓ જોડાયા

મોરબી : વિશ્વ હિંદુ પરિષદ અને બજરંગ દળ મોરબી દ્વારા સ્વાતંત્ર્ય પર્વની પૂર્વ સંધ્યાએ અખંડ ભારત સંકલ્પ દિવસ નિમિતે બાઈક રેલી સ્વરૂપે સંકલ્પ યાત્રા યોજવામાં આવી હતી
જે યાત્રા વાવડી રોડ ગોકુલધામથી પ્રસ્થાન કર્યા બાદ નહેરૂ ગેટ ચોક સુધી પહોંચી હતી જ્યાં ભારત માતાનું પૂજન કરવામાં આવ્યું હતું જે પ્રસંગે વિશ્વ હિંદુ પરિષદ, બજરંગ દળ જીલ્લા અને મોરબી તેમજ હિંદુ સંગઠનના કાર્યકરો તેમજ નગરપાલિકાના પદાધિકારીઓ જોડાયા હતા.

(7:10 pm IST)