Gujarati News

Gujarati News

News of Monday, 15th August 2022

મોરબીના લાલપર ગામ પાસે રીક્ષામાં દેશી દારૂની હેરાફેરી કરતા શખ્‍સને દબોચી લેતી મોરબી તાલુકા પોલીસ

રીક્ષા તેમજ દારૂના જથ્થા સહિત કુલ રૂ.૫૧૩૦૦નો મુદામાલ જપ્ત કર્યો

મોરબીઃ લાલપર ગામ પાસે રીક્ષામાં દેશી દારૂની હેરાફેરી કરતા એક ઈસમની મોરબી તાલુકા પોલીસે ધરપકડ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

આ અંગેની પ્રાપ્ત વિગતો અનુસાર મોરબી તાલુકાના લાલપર ગામ પાસે તાલુકા પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી. એ દરમિયાન આરોપી રાજુભાઇ જાદવભાઇ સિંધવરૂ.૫૦ હજારની કિંમતની સી.એન.જી રીક્ષા નં-જી.જે-૩૬-યુ-૨૦૩૫ વળીમાં નીકળતા પોલીસે તેને અટકાવીને રીક્ષાની તલાશી લીધી હતી. જતા રીક્ષામાંથી દેશી દારૂ પાંચ લીટરના બુંગીયા કુલ નં-૧૩ લીટર-૬૫ કિરૂ-૧૩૦૦ મળી આવ્યા હતા. જેથી પોલીસે તેની અટકાયત કરી રીક્ષા તેમજ દારૂના જથ્થા સહિત કુલ રૂ.૫૧૩૦૦નો મુદામાલ જપ્ત કરી પ્રોહીબીશન એકટની કલમ-૬૫-ઇ,૯૮(૨) મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

(2:47 pm IST)