Gujarati News

Gujarati News

News of Thursday, 15th July 2021

પોરબંદર માં ચેક રિટર્ન ના કેસમાં એક વર્ષની જેલ ની સજા

પોરબંદર : અદાલત દવારા ચેક રીટર્નના કેશમાં એક વર્ષની કેદની સજા.પોરબંદરના જર્યાતિલાલ રવજીભાઈ ગોહેલને ફીનીકસ એગી. સોલ્યુશનના માલીક દિપકભાઈ બાબુભાઈ રાઠોડ રે. રાજકોટ વાળાએ કાયદેસરના લેષ્રા પેટે રૂ. ૪,૦૦,૦૦૦/- નો ચેક ફરીયાદીને આપેલો જે ચેક વગર વસૂલાતે પરત ફરતા ફરીયાદી દવારા પોરબંદરની નામદાર અદાલતમાં આરોપી સામે નેગોશીએબલ ઈન્સ્ટ્રમેન્ટ એકટની કલમ-૧૩૮ મુજબ ફરીયાદ દાખલ કસ્તા અને તે ફરીયાદ ચાલી જતા ન્યાયમૂર્તિ શ્રી એચ. કે. દાસાણી સાહેબે બંને પક્ષોની દલીલો સાંભળી આરોપી સામેનો ગુન્હો સાબીત માની નેગોશીએબલ ઈન્સ્ટ્મેન્ટની કલમ-૧૩૮ મુજબના rl સબબ તકસીરવાન ઠરાવી એક વર્ષની સાદી કેદની સજા તેમજ રૂ।. ૪,૦૦,૦૦૦/- વળતર તરીકે ફરીયાદીને ચુકવવા તેમજ આરોપી વળતરની રકમ ન ચુકવે તો વધુ ત્રણ માસની સાદી કેદની સજા ભોગવવાનો હુકમ કરેલ છે. આ કામમાં ફરીયાદ પક્ષ તરફે પોરબંદરના વકીલ શ્રી વિપુલ આઈ. પુરોઠીત તથા શ્રી રવિ એમ. પરમાર રોકાયેલ હતા.

(7:45 pm IST)