Gujarati News

Gujarati News

News of Thursday, 15th July 2021

કેશોદમાં ધોધમાર : કોડીનારમાં ઝાપટા : બામણશા ઘેડમાં ભારે વરસાદથી પાકને ફાયદો

રાજકોટ સહિત સૌરાષ્ટ્ર -કચ્છમાં મિશ્ર હવામાન

રાજકોટ, તા. ૧પ :  રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં મિશ્ર વાતાવરણનો માહોલ યથાવત છે. આવા વાતાવરણ વચ્ચે કેશોદમાં ધોધમાર વરસાદ શરૂ થયો છે.

કેશોદ

(કિશોરભાઈ દેવાણી ધ્વારા) કેશોદઃ કેશોદમાં વાતાવરણમાં એકાએક પલટો આવતા  આજે બપોરે સવાબે વાગ્યાની આસપાસ ધોધમાર વરસાદ શરૂ થતાં પોણો ઈંચ વરસાદ પડી જતા શહેરના વિસ્તારોમાં ફરતા પાણી ભરાઈ ગયેલછે.

પોણાત્રણ વાગ્યે આ લખાઈ રહયુછે ત્યારે પણ કાળા ડીબાંગ વાદળા સાથે વરસાદ ચાલુજછે.હવામાનખાતાની જોરદાર વરસાદની આગાહી મુજબ વાતાવરણ જોતા આજે  વધુ વરસાદ પડે તેવું મનાઈ રહ્યું છે.

છેલ્લા એક-બે દિવસમાં બામણાશા ઘેડ પંથકમાં પણ ભારે વરસાદ વરસતા પાકને ફાયદો થયો છે.

આજે બપોરે ગીર સોમનાથ જીલ્લાના કોડીનારમાં વરસાદી ઝાપટા પડયા હતા.

(3:51 pm IST)