Gujarati News

Gujarati News

News of Thursday, 15th July 2021

ધો.૧૨ કોમર્સમાં ધો.૧૦નાં ગણીતના માર્કસ ધ્યાને લેવા હાઇકોર્ટમાં સુનાવણીઃ શિક્ષણ બોર્ડને જવાબ આપવા આદેશ

(દિપક કક્કડ દ્વારા) વેરાવળ, તા.૧૫: રાજય સરકાર દ્રારા ધો.૧ર ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપેલ હતું તેમાં કોમર્સના વિદ્યાર્થીઓ ધો.૧૦માં જેમનો મુખ્ય વિશેષ ગણીત હોય જેથી જે પરીણામ આવવાનું છે તેમાં લાખો વિદ્યાર્થીઓને ગણીત મા પણ માકર્સ ગણવા જોઈએ પણ ગુજરાત ઉચ્ચતર માઘ્યમીકશિક્ષક બોર્ડ દ્રારા નિર્ણય લેવાયેલ હતો કે ધો.૧૦માં જે ગણીતના માકર્સ વિદ્યાર્થીઓને મળેલ હોય તે માકર્સ ધો.૧ર કોમર્સ ના વિદ્યાર્થીઓમા ગણવા નહી પણ ધો.૧ર વિજ્ઞાન પ્રવાહમાં મુળપાયો ગણીતનો પણ ગણી તેના માકર્સ ઉમેરવા તેવો નિર્ણય લીધેલ હતો જેથી વિદ્યાર્થી દ્રારા હાઈકોર્ટ માં રીટપીટીશન તા.૯/૭ ના રોજ દાખલ કરાયેલ હતી જેની સુનાવણી આજે ઓનલાઈન થયેલ હતી જેમાં હાઈકોર્ટે લાખો વિદ્યાર્થીઓના હીત ને ઘ્યામાં રાખીને મૌખીક સુચના ગુજરાત ઉચ્ચતર માઘ્યમીક શિક્ષણ બોર્ડ ને આપેલ છેકે તા.૧૯/૭/ર૧ના રોજ જવાબો સાથે હાજર થવું.

રીટપીટીશન કરનાર વિદ્યાર્થીના વકીલ રાજ તન્ના સંપર્ક કરતા તેમને જણાવેલ હતું કે ધો.૧ર કોમર્સ ના માકર્સ ગણવાની પઘ્ધતીમાં એકાઉન્ટ અને આંકડા શાસ્ત્ર ના વિષયમાં ધો.૧૦ના ગણીત વિષય ને ઘ્યાન માં નહી લેતા રીટ પીટીશન દાખલ કરેલ હતી જે મુજબ કોમર્સમાં એકાઉન્ટ અને  આકડાશાસ્ત્ર વિષય એ ગણીત ના પાયાના વિષય ના છે જો પરીણામ માં ધો.૧૦ ના ગણીત નું માકર્સ ગણવામાં નહી આવે તો મોટા ભાગના વિદ્યાર્થીઓ ધો.૧ર કોમર્સ માં માકર્સ ની ટકાવારી ધટી જશે ગુજરાતભર માંથી હજારો વિદ્યાર્થીઓ સી.એ,ટેકસપ્રેકટીશનલ,એકાઉન્ટ,કંપની સેક્રેટરી,કોસ્ટ એકાઉન્ટન્ટ થયા છે કારણકે અવા પ્રોફેશ્નલ કોર્સ માં ગણીત મુખ્ય પાયો હોય છે અને જો ગણીત વિષયના માકર્સ ઘ્યાને લેવા ન આવે તો લાખો વિદ્યાર્થીઓ ભવીષ્યમાં ખોટું અર્થધટન થશે કે ધો.૧૦ માં ગણીત મુખ્ય વિષય નથી ગુજરાત માઘ્યમીક બોર્ડના અધિકારીઓએ દલીલ એવી કરેલ હતી કે ગણીતમાં હોશીયાર હોય તો વિદ્યાર્થીઓ સાયન્સ લઈ છે તે તેમનું ભુલ ભરેલુઅનુમાન છે. સામાજીક વિજ્ઞાન,વિજ્ઞાન અને પ્રથમ ભાષા ને ધો.૧ર કોમર્સ ના આંકાડાશાસ્ત્ર અને એકાઉન્ટ ના વિષયો સાથે સરખામણી કરવામાં આવે તે ભુલ ભરેલું છે ધો.૧ર ના કોમર્સ ના વિદ્યાર્થીઓ ન્યાય મળે તે માટે ગુજરાત હાઈકોર્ટના દરવાજા ખખડાવી ન્યાય માટે રીટપીટીશન કરેલ હતી આજે તા.૧પ ના રોજ ગુજરાત હાઈકોર્ટે દલીલો સાંભણી મૌખીક સુચના આપેલ છે સોમવાર સુધી માં જવાબો રજુ કરવા.

ધો.૧ર કોમર્સ ના લાખો વિદ્યાર્થીઓનું પરીણામ ટુંક સમય માં જાહેર થવાનું છે ત્યારે હાઈકોર્ટ દ્રારા ગુજરાત શિક્ષણ બોર્ડ ને મૌખીક સુચના અપાયેલ છે તેને ઘ્યાનમાં રાખીને જો રાજય સરકાર દ્રારા લાખો વિદ્યાર્થીઓને ન્યાય મળે તો પરીણામ જવાબો રજુ કર્યા બાદ જાહેરાત થાય જેથી ગુજરાત ભરના લાખો વિદ્યાર્થીઓને ન્યાય મળે અને તેમનું ભવીષ્ય ઉજવળ બનશે.

(3:50 pm IST)