Gujarati News

Gujarati News

News of Thursday, 15th July 2021

જોડિયાના માજોઠ ગામ પાસે બે કાર વચ્ચે ટકકરઃ ફકીર જમાતનાં પ્રમુખના પુત્ર, ર શિક્ષકો અને જીલ્લા પંચાયતના પ્રમુખના પુત્રને ઇજા

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર તા. ૧પઃ જોડિયા તાલુકાના માજોઠ ગામ પાસે આજે સાંજે બે કાર અથડાતાં અકસ્માતમાં જોડિયા ફકીર જમાતના પુત્ર તથા બે શિક્ષક અને જામનગર જિલ્લા પંચાયત પ્રમુખના પુત્રને ઇજા પહોંચી હતી. ઇજાગ્રસ્ત યુવાનને વધુ સારવાર માટે અમદાવાદ ખસેડવામાં આવ્યો હતો.

અકસ્માતના બનાવની વિગત મુજબ જોડિયા ફકિર જમાતના પ્રમુખ ઇશાક પટેલ પુત્ર વસીમ ફકિર તેની જીજે. ૧ર અઇ. ૯૩૪૮ નંબરની સ્વિફટ કારમાં જતો હતો તે દરમ્યાન જોડિયા તાલુકાના માજોઠ ગામ પાસે સામેથી આવતી જીજે. ૦૩ સીઇ ૮૪૯૧ નંબરની કાર સાથે અથડાતા અકસ્માતમાં જોડિયા ફકિર સમાજના પુત્ર વસીમ ફકીરને ગંભીર ઇજા પહોંચી હતી.

જયારે જામનગર જોડિયા ફકિર જમાતના પ્રમુખ ઇશાક પટેલ પુત્ર વસીમ ફકિર તેની જીજે ૧ર એઇ. ૯૩૪૮ નંબરની સ્વિફટ કારમાં જતો હતો તે દરમ્યાન જોડિયા તાલુકાના માજોઠ ગામ પાસે સામેથી આવતી જીજે૦૩સીઇ. ૮૪૯૧ નંબરની કાર સાથે અથડાતા અકસ્માતમાં જોડિયા ફકિર સમાજના પુત્ર વસીમ ફકીરને ગંભીર ઇજા પહોંચી હતી. જયારે જામનગર જિલ્લા પંચાયતના પ્રમુખના પુત્ર મયુર ચનિયારાને સામાન્ય ઇજા પહોંચી હતી. અકસ્માતમાં અન્ય બે શિક્ષકો પણ ઘવાતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં.

(2:21 pm IST)