Gujarati News

Gujarati News

News of Thursday, 15th July 2021

ભાણવડના આંબરડી ગામે ચકચારી ખૂનકેસમાં આરોપી હિતેષ સાદીયાના જામીન મંજૂર

રાજકોટઃ ભાણવડ તાલુકાના આંબરડી ગામના ચકચારી ખુન કેસ કે જેની હકીકત ખુન કરનાર મગન ઉર્ફે મહેશભાઈ સાદીયાએ મરણજનાર રાણાભાઈ સાદીયાના ગળામાં પહેરવામાં આવતા સોનાના ચેનની લુંટના ઈરાદે માથાના પાછળના ભાગમાં કળશીયો મારી અને ત્યારબાદ દોરી વડે ગળે ટુપો દઈ મોતને ઘાટ ઉતારી અને લાશને પોતાના ઘરે સેટી પલંગ નીચે સંતાડી દીધેલ અને બીજા દિવસે પોતાના ભાઈ હિતેષભાઈ સાદીયાને સાથે રાખી બાઈકમાં લાશને ગોદડામાં વીંટીને લઈ જઈ અવાવરૂ કુવામાં ફેંકી દીધી અને ગોદડાને બીજા કુવામાં નાંખી દીધા, હતા જે કામે પોલીસ દ્વારા મરણજનારના પત્નિની ફરિયાદ ઉપરથી શંકાના આધારે બે લોકોને અટકમાં લીધેલ અને તે પૈકી મહેશએ ઉપરોકત હકીકત જણાવતાં લાશને કુવામાંથી કાઢવામાં આવેલ અને પુરાવા એકત્ર કરી મહેશ તથા હીતેષને અટકમાં લઈને જેલ હવાલે કરવામાં આવેલ હતા અને હાલ જ તેના કેસનું ચાર્જશીટ તૈયાર કરી અને મહે.કોર્ટમાં જમા કરાવેલ, આમ ચાર્જશીટ થઈ ગયા બાદ આરોપી હીતેષએ તેમના વકીલ મારફત ખંભાળીયાના મહે.ડીસ્ટ્રીકટ એન્ડ સેસન્સ જજશ્રીની કોર્ટમાં જામીન અરજી દાખલ કરેલ અને જામીન ઉપર છોડવા અરજ કરેલ.

આ કામે આરોપી હીતેષના વકીલ સંજુબાબા દ્વારા મહે.કોર્ટ સમક્ષ  ધારદાર દલીલો કરવામાં આવેલ અને જણાવેલ કે હાલના અરજદાર આરોપી હીતેષને ખોટી રીતે આ કામે ફીટ કરવામાં આવેલ છે, હીતેષ વિરૂધ્ધ કોઈ પ્રાઈમાફેસી પુરાવો નથી, કોઈ સાહેદ નથી, અને પોલીસની એફ.આઈ.આર તથા ચાર્જશીટને વાંચવામાં આવે તો તેમાં પણ પોલીસ દ્વારા ઘણા જ ફેરફાર દર્શાવવામાં આવેલ છે, અને હાલના અરજદાર આ કામે નિર્દોષ છુટી જાય તેવા પુરતા સંજોગો હોય જો હાલ અમારા જામીન મંજુર કરવામાં નહીં આવે તો અમોને પ્રી- ટ્રાયલ પનીશમેન્ટ મળે તેમ હોય જેથી પણ અમારી જામીન અરજી મંજુર કરવા અરજ છે, આમ આવા સંજોગોમાં માત્ર અને માત્ર મેઈન આરોપીના નિવેદનના આધારે અમો અરજદારને ફીટ કરવામાં આવેલ હોય અમોને જામીન પર છોડવા અરજ કરેલ, જે આરોપીના વકીલની દલીલોને ધ્યાને લઈને ખંભાળીયાના મહે. ડીસ્ટ્રીકટ એન્ડ સેસન્સ જજશ્રી દ્વારા આરોપી હીતેષ સાદીયાની પહેલી જ જામીન અરજી મંજુર કરવામાં આવેલ છે.

આ કામમાં અરજદાર તરફે વિધ્વાન વકીલ સંજય જે. જોષી (સંજુબાબા) ,ત્રીશાલા જોષી રોકાયેલ હતા.

(2:20 pm IST)