Gujarati News

Gujarati News

News of Thursday, 15th July 2021

પાનેલી ગામ નજીક ટેન્કરમાંથી બાયોડિઝલનું વેચાણ કરતા ઝડપાયો

મોરબીમાં એક કરોડથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો

(પ્રવિણ વ્યાસ દ્વારા)મોરબી,તા. ૧૫: જીલ્લા પોલીસ વડા સુબોધ ઓડેદરાની સુચનાથી ઙ્ગગેરકાયદેસર રીતે બાયોડીઝલ વેચાણની પ્રવૃતિઓ શોધી કાઢી કાયદેસરની કાર્યવાહી કરવા આઇસીબી પી.આઈ. વી.બી.જાડેજાને જરૂરી સુચના કરતા એલ.સી.બી. ટીમ પેટ્રોલીગમાં હતી તે દરમિયાન જયવંતસિંહ ગોહીલ તથા ભરતભાઇ મિયાત્રાને હકિકત મળેલ કે યોગેશ લક્ષ્મણભાઇ બરાસરા રહે, શનાળારોડ, ભરતનગર-૦૨, મોરબી, તથા રજનીકાંત ઉર્ફે મુન્નો કાલરીયા રહે મોરબી વાળા બન્ને એકબીજા સાથે મેળાપીપણું કરી રફાળેશ્વર થી પાનેલી ગામ તરફ જતા રસ્તે ટેન્કરમાં ગેરકાયદેસર રીતે બાયોડીઝલનો જથ્થો રાખી ફ્યુલપંપ મારફતે જુદા જુદા નાના મોટા માલવાહક વાહનોમાં બાયોડીઝલ ઇંધણ સ્વરૂપે ભરી આપે છે. જેથી ત્યાં રેઇડ કરતા ઙ્ગસફેદ પ્રવાહી બાયોડીઝલ આશરે ૫૫૦૦ લીટર કિરૂ.૪,૧૨,૫૦૦ , ટેન્કર-૦૧, ટ્રેઇલર-૦૫, બોલેરો પીકઅપ, કયુલ પંપ ૦ર, ઇલેકટ્રીક મોટર, તથા કાર-ર તથા મોબાઇલ ફોન નંગ-૦૨ મળી કુલ કીમત રૂપિયા ૧,૦૧,૨૬,૦૦૦ નો મુદામાલ સાથે સતનામસીંગ અજીતસીંગ વીક રહે નાતીઉંરા તા.પોવાયા જી.શાહજાપુર (યુ.પી.) વાળાને ઝડપી લેવામાં આવ્યો છે આઇ.પી.સી કલમ-૨૭૮,૨૮૪,૨૮૫,૧૧૪ મુજબ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ગુનો નોધાવી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે. તો જે બે શખ્સો આ ગેરકાયદેસર ધંધો કરતા હતા ઙ્ગયોગેશ લક્ષ્મણભાઇ બરાસરા, રજનીકાંત ઉર્ફે મુન્નો કાલરીયા રહે સહિત જે વાહનો મળી આવ્યા તેના ચાલકો મહીન્ડા બોલેરો ગાડી નંબર-GJ-૦૩-૭-૬૫૮૯ નો ચાલક,ટાટા કંપનીનું ટ્રેલર નંબર RJ-14-GJ-9173ના ચાલક, ટાટા કંપનીનું ટ્રેકબર નંબ-૫૨-ઞ્ખ્-૭૮૫૧ નો ચાલક,ટાટા કંપનીનું ટ્રેલર નંબરR-14-GO- 75 નો ચાલક, અશોક લેલન ટ્રેલર નંબRA-526A-43ના ચાલક, ટાટા કંપનીનું ટ્રેલર નં.R-14-GF-370 નો ચાલકોને ઝડપવા માટે કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

(12:54 pm IST)