Gujarati News

Gujarati News

News of Thursday, 15th July 2021

પોરબંદર જીલ્લામાં અર્ધાથી એક ઇંચઃ દરીયા કાંઠે સવારે ૩ મીટરે ઉછળતા મોજાઃ સખત બફારો

બંદર કાંઠે ચાર દિવસથી ત્રણ નંબરનું સિગ્નલ યથાવતઃ માછીમારોને દરીયો નહીં ખેડવા ચેતવણી

(હેમેન્દ્રકુમાર પારેખ દ્વારા) પોરબંદર, તા., ૧૫: જીલ્લામાં આજે સવારે છેલ્લા ર૪ કલાકમાં સરેરાશ અર્ધાથી એક ઇંચ વરસાદ પડી ગયો હતો. આજે સવારે ધુપછાંવ વાતાવરણ અને સખત બફારો છે.

પોરબંદર જીલ્લામાં ગઇકાલે આખો દિવસ અને રાત્રીના છુટાછવાયા હળવા ઝાપટા વરસી ગયેલ અને સરેરાશ અર્ધાથી એક ઇંચ વરસાદ પડી ગયો હતો. દરીયામાં મોજાનું જોર વધ્યું છે અને શહેરના ઇન્દ્રેશ્વર મંદીર દરીયાકાંઠે સવારે ૩ મીટરની ઉંચાઇ સુધી મોજા ઉછળ્યા હતા. બંદર કાંઠે આજે ચાર દિવસથી ૩ નંબરનું સિગ્નલ યથાવત રાખેલ છે અને માછીમારોને દરીયા નહી ખેડવા ચેતવણી અપાઇ છે.

જીલ્લા કંટ્રોલ મુજબ પોરબંદર વરસાદ રર મી.મી. (૧પ૦ મી.મી.) રાણાવાવ ૧૮ મી.મી. (૧૦૬ મી.મી.) કુતીયાણા ૩ મી.મી. (૧૪ર મી.મી.) તેમજ એરપોર્ટ હવામાન કચેરી મુજબ પોરબંદર વરસાદ ર૮ મી.મી. (૧૬૮, ૭ મી.મી.) નોંધાયો છે. ગુરૂતમ ઉષ્ણાતામાન ૩ર.૬ સે.ગ્રે. લઘુતમ ઉષ્ણાતામાન ર૬ સે.ગ્રે. સવારનું ઉષ્ણાતામાન ર૭.૮ સે.ગ્રે. ભેજ ૯૪ ટકા, પવન પ કી.મી. હવાનું દબાણ ૧૦૦૦.પ એચપીએ સુર્યોદય ૬.૧૭ તથા સુર્યાસ્ત ૭.૩૦ મીનીટ.

ફોદાળા જળાશય વરસાદ ૧૦ મી.મી. (૧ર૦ મી.મી.) નોંધાયો છે. હાલ સપાટી ર૩.૪ ફુટ છે.

(12:53 pm IST)